IND vs BAN T20 Series: સુર્યા કે શીવમ દુબે કોણ પેહલા રોહિત શર્માની આગળ નીકળશે

મુંબઈ: બાંગ્લાદેશ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝમાં ક્લીન સ્વીપ કર્યા બાદ ભારતીય ટીમ (Indian Cricket team)હવે, બાંગ્લાદેશ સામે ત્રણ T20I મેચની સિરીઝ રમશે. 6ઠ્ઠી ઓક્ટોબરના રોજ ગ્વાલિયરમાં આ સિરીઝની પહેલી મેચ રમાશે. ત્યાર બાદ બીજી મેચ 9 ઓક્ટોબરે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે અને ત્યારબાદ હૈદરાબાદમાં ત્રીજી મેચ સાથે સિરીઝ સમાપ્ત થશે. આ દરમિયાન સૌની નજર ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્ય કુમાર યાદવ (Suryakumar Yadav) અને શિવમ દુબે (Shivam Dube) પર રહેશે.
રોહિત શર્માએ T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. કેપ્ટન સૂર્યકુમાર યાદવ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે અને યુવા બેટ્સમેન શિવમ દુબેએ પણ વિસ્ફોટક બેટિંગ કરી હતી. બાંગ્લાદેશ સામેની આગામી સિરીઝમાં પણ બંને બેટ્સમેનોની બેટિંગ આવી જ રીતે ચાલુ રહેશે તો રોહિત શર્માને પાછળ છોડી શકે.
T20I રેન્કિંગમાં નંબર-2 બેટ્સમેન સૂર્યાએ આ વર્ષે 11 મેચમાં 150ના સ્ટ્રાઈક રેટથી 291 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 ફિફ્ટી પણ ફટકારી છે. જો સૂર્યા આગામી સિરીઝમાં 88 રન બનાવવામાં સફળ થશે તો તે રોહિત શર્માને પાછળ છોડીને આ વર્ષે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે.
નોંધનીય છે કે રોહિતે શર્માએ T20I વર્લ્ડ કપ 2024ની ટાઈટલ જીત્યા બાદ T20I માંથી નિવૃત્તિ જાહેર કરી હતી. આવી સ્થિતિમાં સૂર્યા પાસે રોહિતને પાછળ છોડવાની તક છે. આ વર્ષે 11 T20I મેચોમાં રોહિતે 378 રન બનાવ્યા છે.
સૂર્યા ઉપરાંત શિવમ દુબે પાસે પણ રોહિતને પાછળ છોડવાની શાનદાર તક છે. શિવમે આ વર્ષે 15 મેચની 13 ઇનિંગમાં 296 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં રોહિત શર્માને પાછળ છોડવા માટે શિવમ દુબેને માત્ર 83 રનની જરૂર છે.
હવે જોવાનું એ રહેશે કે સુર્યા અને શિવમમાંથી પહેલા કોણ રોહિતની આગળ નીકળે છે.
ભારત તરફથી વર્ષ 2024માં T20Iમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી:
રોહિત શર્મા- 378
શિવમ દુબે- 296
યશસ્વી જયસ્વાલ- 293
સૂર્યકુમાર- 291
શુભમન ગિલ- 266
બાંગ્લાદેશ સામે T20I શ્રેણી માટેની ભારતીય ટીમઃ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ, હાર્દિક પંડ્યા, રિયાન પરાગ, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી, જીતેશ શર્મા (વિકેટકીપર) ), અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, મયંક યાદવ.
Also Read –