સ્પોર્ટસ

સિરાજ-લાબુશેન વચ્ચે મેદાન પર ચકમક, કારણ ખૂબ રસપ્રદ છે…

પર્થઃ અહીંના ઑપ્ટસ સ્ટેડિયમમાં ફાસ્ટ બોલર્સને વધુ દાદ આપતી બાઉન્સી પિચ પર બન્ને ટીમના ઝડપી બોલર્સે રાજ કર્યું હતું અને મોટા ભાગના બૅટર્સ ફ્લૉપ રહ્યા હતા એટલે કોઈક બૅટર મગજ પરથી કાબૂ ગુમાવી બેસે એ સ્વાભાવિક છે. ખરેખર એવું જ બન્યું હતું. ઑસ્ટ્રેલિયાના વનડાઉન બૅટર માર્નસ લાબુશેન ભારતીય બોલર્સ સામેના સંઘર્ષથી કંટાળી ગયો હતો એટલે જ તેણે એક તબક્કે મોહમ્મદ સિરાજ સાથે કારણ વગર પંગો લીધો હતો. બન્ને હરીફ ખેલાડી એકબીજાને ભીડી ગયા હતા અને થોડી ક્ષણો માટે પર્થના મેદાન પર વાતાવરણ તંગ થઈ ગયું હતું.

આ પણ વાંચો : IND vs AUS 1st Test: યશસ્વી જયસ્વાલ વર્લ્ડ રેકોર્ડ બનાવવાથી ચુક્યો, બીજી ઇનિંગમાં તક

ભારતે 150 રન બનાવ્યા ત્યાર બાદ રમતના અંત સુધીમાં ઑસ્ટ્રેલિયાએ 67 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી.

બન્યું એવું કે ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સની 13મી ઓવર મોહમ્મદ સિરાજે કરી હતી. તેનો ત્રીજો બૉલ ટપ પડ્યા બાદ અંદરની તરફ આવ્યો હતો અને લાબુશેનના પૅડને લાગ્યો હતો. ત્યાર બાદ બૉલ સ્ટમ્પ્સની નજીક પડ્યો એટલે સિરાજ બૉલ પર કબજો કરીને લાબુશેનને રનઆઉટ કરવાના ઇરાદાથી ફૉલોથ્રૂમાં આવી ગયો હતો. જોકે લાબુશેને બૅટથી બૉલને દૂર ધકેલી દીધો હતો.

સિરાજ તેની આવી હરકતથી ગુસ્સે થયો હતો, કારણકે એ સમયે લાબુશેન ક્રીઝની અંદર નહોતો. તેણે ક્રીઝની બહાર રહીને બૉલ સાથે આ હરકત કરી હતી.

સિરાજ બૉલ ઉપાડીને સ્ટમ્પ્સ પર ફેંકવા માગતો હતો, પરંતુ લાબુશેને એ પહેલાં જ બૉલને દૂર ધકેલી દીધો એટલે સિરાજ ભડકી ગયો હતો અને લાબુશેન સામે ઘૂરવા લાગ્યો હતો. લાબુશેન પણ સામું ઘૂરવા લાગ્યો. થોડી ક્ષણો સુધી બન્નેએ એકમેકને આંખના ઇશારાથી પોતાનો ક્રોધ બતાવ્યો હતો. સિરાજે થર્ડ અમ્પાયર તરફ જોઈને લાબુશેનની આ હરકત વિશે પ્રતિક્રિયા પણ દર્શાવી હતી. બીજી બાજુ, વિરાટ કોહલી પણ લાબુશેન પર ગુસ્સે હતો.

આ પણ વાંચો : ઈડન ગાર્ડન્સમાં સ્ટૅન્ડને અપાશે ઝુલન ગોસ્વામીનું નામ…

આ ગરમાગરમી બહુ લાંબી નહોતી ચાલી, પણ આ ઘટનાથી ભારતીય ખેલાડીઓમાં નવા જોમ અને જુસ્સો આવ્યા હતા. નવાઈની વાત એ છે કે 20મી ઓવર સિરાજે કરી હતી જેના છેલ્લા બૉલમાં તેણે લાબુશેનને પૅવિલિયન ભેગો કરીને બદલો લઈ લીધો હતો. લાબુશેને ફક્ત બે રન બનાવીને એલબીડબ્લ્યૂની અપીલમાં વિકેટ ગુમાવી હતી. સિરાજે એ પહેલાં મિચલ માર્શને પણ આઉટ કર્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button