સ્પોર્ટસ

`એ ભાઈ, ગાર્ડન મેં ઘૂમ રહા હૈ કયા?’ મોહમ્મદ સિરાજ આવું ગુસ્સામાં કેમ અને કોને બોલ્યો?

કૅનબેરાઃ અહીં રવિવારે ઑસ્ટ્રેલિયાના પાટનગર કૅનબેરામાં પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવન સામેની પ્રૅક્ટિસ મૅચમાં ભારતનો પેસ બોલર મોહમ્મદ સિરાજે હતાશામાં અને ગુસ્સામાં વાપરેલા શબ્દો ટાળી શક્તો હતો, પરંતુ તેણે જે બળાપો બહાર કાઢ્યો એ સમજી શકાય એવો હતો. એનું કારણ એ છે કે ફાસ્ટ બોલર સામાન્ય રીતે બૉલ ફેંકતા પહેલાં રન-અપ પર અચાનક જો અટકી જાય તો તેને ઈજા થઈ શકે છે અને આવા કિસ્સા ભૂતકાળમાં બની ચૂક્યા છે.

આ પણ વાંચો : ચીનના વર્લ્ડ ચૅમ્પિયનને હરાવ્યા પછી ભારતના ચેસ-સ્ટાર ગુકેશને ડ્રગ્સ-ટેસ્ટના અધિકારીઓએ કહ્યું, `ચાલો અમારી સાથે…’

વાત એમ છે કે પ્રાઇમ મિનિસ્ટર્સ ઇલેવનના ઓપનિંગ બૅટર મૅટ રેન્શૉએ બૅટિંગ માટે સ્ટાન્સ લઈ લીધું હતું અને સિરાજે રન-અપ પર દોડવાનું પણ શરૂ કરી દીધું હતું. સિરાજની ઓવરનો એ પાંચમો બૉલ હતો. રન-અપ શરૂ કરી દીધો હોય ત્યારે અધવચ્ચે અટકવું પડે તો કોઈ પણ પેસ બોલરનો પિત્તો જાય. પછી ભલે એનું કારણ સાઇટ-સ્ક્રીન હોય કે બૅટર અન્ય કોઈ કારણસર એકાગ્રતા ગુમાવી બેઠો હોય અથવા વિઘ્ન અનુભવતો હોય.

રેન્શૉને ફેંકેલા સિરાજના ઉપરા ઉપરી ત્રણ ડૉટ-બૉલ હતા અને સિરાજ વધુ એક બૉલ ફેંકવા દોડ્યો, પરંતુ રેન્શૉ છેલ્લી ઘડીએ ક્રીઝમાં પોતાની જગ્યા પરથી હટી ગયો હતો. કારણ એ હતું કે એક સિક્યૉરિટી ગાર્ડ સાઇટ-સ્ક્રીનની આગળ આંટા મારી રહ્યો હતો અને એટલે જ રેન્શૉએ એકાગ્રતાભંગ થતાં ક્રીઝમાંથી હટી જવું પડ્યું હતું.

આ પણ વાંચો : ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ટીમ ઇન્ડિયાને મળ્યા, ફોટા પડાવ્યા અને કૉમેન્ટેટરી આપવા ગયા, પણ…

જોકે ક્રોધે ભરાયેલા સિરાજથી રહેવાયું નહીં અને પેલા સુરક્ષા કર્મચારી માટે બોલ્યો, એ ભાઈ, ગાર્ડન મેં ઘૂમ રહા હૈ ક્યા?’ સિરાજની આ કમેન્ટ તરત જ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ હતી. મીડિયા-યુઝર્સ રોહિત શર્માની કમેન્ટ્સથી પરિચિત છે જ. આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ દરમ્યાન રોહિત શર્માની આવી જ એક કમેન્ટ રેકૉર્ડ થઈ હતી અને પછી વાયરલ થઈ હતી. રોહિતની ટિપ્પણીમાં પણગાર્ડન’ શબ્દ વપરાયો હતો એટલે સોશિયલ મીડિયાએ રોહિત પછી હવે સિરાજની કમેન્ટવાળી ઘટનાને પણ દરેક યુઝર સુધી પહોંચાડી દીધી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button