સ્પોર્ટસ

સિકંદર રઝા પર લાગ્યો બે મેચનો પ્રતિબંધ, આયરલેન્ડના ખેલાડીઓ સાથે કરી હતી લડાઇ

હરારે (ઝિમ્બાબ્વે): ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પર બે મેચનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, જેના કારણે તે આયરલેન્ડ સામે ચાલી રહેલી ટી૨૦ શ્રેણીની બાકીની મેચમાંથી બહાર થઇ ગયો છે.

રઝાને તેની મેચ ફીના ૫૦ ટકા દંડ અને બે ડિમેરિટ પોઈન્ટ પણ આપવામાં આવ્યા હતા. ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા પર બે મેચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે છેલ્લા ૨૪ મહિનામાં તેના ડિમેરિટ પોઈન્ટ વધીને ૪ થઈ ગયા છે.

સિકંદર રઝા ઉપરાંત આયરલેન્ડના જોશ લિટલ અને કર્ટિસ કેમ્પરને પણ ઝિમ્બાબ્વે અને આયરલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન એક-એક ડિમેરિટ પોઈન્ટ મળ્યો હતો. આ બંને ખેલાડીઓને મેચ ફીના ૧૫ ટકા દંડ પણ ફટકારવામાં આવ્યો છે.

આઈસીસીએ ત્રણેય ખેલાડીઓને આપવામાં આવેલી સજાની જાણકારી આપતા કહ્યું હતું કે “રઝા પર કેમ્પર અને જોશ લિટલ તરફ આક્રમક રીતે હુમલો કરવા, પોતાનું બેટ બતાવવા અને અમ્પાયરથી દૂર જવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જ્યારે અમ્પાયરોએ તેને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ બે સિવાય જોશ લિટલ પર આઇસીસી દ્વારા સિકંદર રઝા સાથે
શારીરિક સંપર્ક બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, કારણ કે રઝાએ ફરિયાદ કરી હતી કે લિટલ જ્યારે દોડવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેણે તેનો રસ્તો રોક્યો હતો.

Bharat Patel

શિક્ષણ: ડિપ્લોમા ઈન મિકેનિકલ ડ્રાફ્ટસમેન. પિતાશ્રી મુંબઈ સમાચારના કંપોઝ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોવાથી બાળપણથી જ મુંબઈ સમાચાર સાથે સંકળાયેલ હતો. બાળકોની ફૂલવાડી તેમજ દર રવિવારે આવતી આ અંકની આકર્ષક નવલિકાની વાર્તાઓ વાંચી વાંચીને ગુજરાતી ભાષા પર મજબૂત પકકડ થઇ ગયેલી. અભ્યાસ બાદ ત્રણ વરસ અંધેરીની લક્ષ્મી ટોબેકોમાં કામ કર્યા બાદ… More »

સંબંધિત લેખો

Back to top button