સ્પોર્ટસ

2025 માં શુભમન ગિલ કે સંજુ સેમસન કોણે સારું પ્રદર્શન કર્યું? જુઓ આંકડા

મુંબઈ: BCCIએ શનિવારે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરી. સિલેક્ટર્સે T20Iમાં ટીમના વાઈસ કેપ્ટન શુભમન ગિલની હકાલ પટ્ટી કરી, આ સાથે સંજુ સેમસન ઓપનરની ભૂમિકામાં જોવા મળશે એ લગભગ નક્કી થઇ ગયું છે.

નોંધનીય છે કે T20 એશિયા કપ 2025 માટેની ટીમમાં શુભમન ગિલની સરપ્રાઈઝ એન્ટ્રી થઇ હતી, તેને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. ગિલની એન્ટ્રીથી સંજુને ઓપનીંગમાંથી લોઅર ઓર્ડરમાં શિફ્ટ કરવામાં આવ્યો, કેટલીક મેચમાં તેને બહાર બેસાડવામાં આવ્યો. જેને કારણે ચર્ચા શરુ થઇ હતી કે BCCI ગિલની તરફેણ કરી રહ્યું છે. ગિલ આશા પ્રમાણે પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો.

આપણ વાચો: CSK-RR વચ્ચે રવિન્દ્ર જાડેજા અને સંજુ સેમસન વચ્ચેનો સોદો અટક્યો! જાણો છે કારણ

વર્ષ 2025માં શુભમન ગિલ અને સંજુ સેમસના પ્રદર્શન પર નજર કરી.

શુભમન ગિલનું પ્રદર્શન:

શુભમન ગિલે વર્ષ 2025માં કુલ 15 T20I મેચ રમી હતી, આ તમામ મેચમાં ઓપનિંગ કરી. આ દરમિયાન તેને 24.25ની એવરેજ અને 137ની સ્ટ્રાઈક રેટથી કુલ 291 રન બનાવ્યા હતા. તેણે કુલ 38 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા, આખા વર્ષમાં ગિલ એક પણ ફિફ્ટી ફટકારી ન શક્યો.

આ વર્ષે T20Iમાં ગિલનો હાઈએસ્ટ સ્કોર 47 રન રહ્યો, આ ઇનિંગ તેણે દુબઈમાં પાકિસ્તાન સામે રમી હતી.

આપણ વાચો: સંજુ સેમસન CSK માં જોડાશે એ નક્કી! CSKની પોસ્ટ બાદ ચર્ચાએ જોર પકડ્યું, આટલા કરોડ રૂપિયા મળી શકે છે…

સંજુ સેમસનનું પ્રદર્શન:

વર્ષ 2025માં સંજુ સેમસને 15 T20Iમાં ટીમમાં સ્થાન મળ્યું, પરંતુ તેને 11 ઇનિંગ્સમાં જ બેટિંગ કરવાની તક મળી. આ 11 ઇનિંગ્સમાં, સંજુએ 20.18 ની સરેરાશ અને 126.85 ના સ્ટ્રાઇક રેટથી કુલ 222 રન બનાવ્યા.

તેણે એશિયા કપમાં ઓમાન સામે ફિફ્ટી ફટકારી હતી, આ ઉપરાંત તે મોટી ઇનિંગ્સ રમી શક્યો ન હતો. એ વાત પણ ધ્યાનમાં લેવી જરૂરી છે કે તને બેટિંગ ઓર્ડરમાં સતત ઉપર નીચે કરવામાં આવ્યો હતો.

આપણ વાચો: સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સ છોડશે તો કોણ સંભાળશે ટીમની કમાન? આ બે ખેલાડીઓ પર નજર…

વર્ષ 2024માં સંજુનું પ્રદર્શન:

વર્ષ 2024માં સંજુ સેમસને શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 12 ઇનિંગ્સમાં 44ની એવરેજ અને 180ની સ્ટ્રાઇક રેટથી 436 રન બનાવ્યા હતાં. વર્ષ દરમિયાન તેને ત્રણ સદી અને એક ફિફ્ટી ફટકારી હતી.

વર્ષ 2024માં સંજુ T20 ફોર્મેટમાં ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી રહ્યો હતો. આમ છતાં, તેને T20 વર્લ્ડ કપ 2025માં એક પણ મેચ રમવાની તક મળી ન હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button