શુભમન ગિલ અને સારા તેંડુલકર વચ્ચેના સંબંધો હવે છુપ્યા છુપાઇ શકે તેમ નથી. બંનેના તમામ પ્રયાસો છતાં આ પ્રેમીપંખીડાઓની પ્રેમલીલાની બધે જ ચર્ચા થઇ રહી છે. હવે એક વિદેશી ક્રિકેટરે એવો ધડાકો કર્યો છે કે બંને જલ્દી લગ્ન કરવા માટે તૈયાર છે.
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ હાલમાં ચર્ચામાં છે. ODI રેન્કિંગમાં બેટિંગમાં શુભમન ગિલ વિશ્વમાં પ્રથમ ક્રમાંકે આવી ગયો છે. જોકે, પ્રોફેશનલ ઉપરાંત તેની પર્સનલ લાઇફ માટે પણ શુભમન ચર્ચામાં છે. વર્લ્ડ કપમાં તેની શાનદાર ઈનિંગ્સ કરતાં પણ વધુ તેની રિલેશનશિપ સ્ટેટસની ચર્ચા થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી તેનું નામ સચિન તેંડુલકરની લાડકી દીકરી સારા તેંડુલકરની સાથે જોડાઈ રહ્યું છે.
ઘણા દાવાઓમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલ અને સારા તેંડુલકર એકબીજાને ડેટ કરી રહ્યા છે. સારા ક્રિકેટના મેદાનમાં પણ શુભમનને સપોર્ટ કરતી જોવા મળે છે. હાલમાં જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વિદેશી ક્રિકેટર દાવો કરી રહ્યો છે કે બંને જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે.
યુએઈના ક્રિકેટર ચિરાગ સૂરીએ તાજેતરમાં એક પોડકાસ્ટ શોમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે સારા તેંડુલકર અને શુભમન ગિલ વચ્ચેના સંબંધોની પુષ્ટિ કરતા એમ પણ કહ્યું છે કે બંને જલ્દી લગ્ન કરી શકે છે. આ વાત કેવી રીતે સામે આવી, એ પણ જાણીએ. તાજેતરમાં ક્રિકેટર ચિરાગ સૂરીને પૂછવામાં આવ્યું હતું કે કયા ક્રિકેટર જલ્દી લગ્ન કરવા જઈ રહ્યા છે. જેના જવાબમાં ચિરાગ સૂરીએ શુભમન ગિલનું નામ લીધું. એટલું જ નહીં, તેણે એ પણ કહ્યું કે તે સારા તેંડુલકર સિવાય બીજા કોઈ સાથે લગ્ન કરશે નહીં.
વાતચીત દરમિયાન ‘કયો ક્રિકેટર લગ્ન કરવા જઈ રહ્યો છે?’ આ સવાલના જવાબમાં ચિરાગ સૂરીએ કહ્યું હતું કે, ‘શુભમન ગિલની એક ગર્લફ્રેન્ડ છે.’ ‘તેનું નામ શું છે?’ આ વિશે પૂછવા પર ચિરાગ સૂરીએ કહ્યું, ‘સારા તેંડુલકર ભૂતપૂર્વ લેજન્ડ ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્રી છે. સારાએ તેના પિતાને 40-50 વર્ષથી રમતા અને ક્રિકેટ સાથે જોડાયેલા જોયા છે અને હવે એવું થશે કે તે બીજા ખેલાડીને 40 વર્ષ સુધી રમતા જોશે.
આટલા લાંબા સમય સુધી કોઈ વસ્તુ સાથે જોડાયેલા રહ્યા પછી, તમે તેનાથી અલગ થવા માંગો તો પણ તે વસ્તુ તમને નજીક ખેંચે છે, બરાબર આ જ બાબત સારા તેંડુલકર સાથે છે. આના જવાબમાં પ્રશ્ન પૂછતી મહિલા હસીને કહે છે કે તેનું બાળક ક્રિકેટની દુનિયા માટે એક પ્રોડિજી (અનોખી વસ્તુ) હશે. ચિરાગ હસીને કહે છે કે જો બંને લગ્ન કરી લે તો આવું બની શકે. આ બધી વાતો હસીને અને મજાકના સ્વરમાં કહી હતી.
આ દિવસોમાં સારા તેંડુલકર અને શુભમન ગિલ વચ્ચેના સંબંધોની ચર્ચા ચાલી રહી છે. ભારતની વર્લ્ડ કપ મેચ દરમિયાન સારા શુભમનને સપોર્ટ કરતી જોવા મળી હતી, ત્યારબાદ મેદાનમાં સારા તેંડુલકરના નારા પણ લાગ્યા હતા. આટલું જ નહીં, બંને જિયો પ્લાઝાના લોન્ચિંગ ઈવેન્ટમાં પણ સાથે જોવા મળ્યા હતા, ત્યારબાદ બંને મીડિયાને ટાળતા જોવા મળ્યા હતા. આ વીડિયો ઘણો વાયરલ થયો હતો. હવે ફરી એકવાર ચિરાગ સૂરીના આ જવાબથી લોકોમાં આ મામલે રસ વધી ગયો છે. જાણકારી માટે કે ચિરાગ સૂરી આઇપીએલમાં ગુજરાત લાયન્સનો ભાગ હતો, પરંતુ તે કોઈપણ મેચમાં રમતા જોવા મળ્યો ન હતો.
તાજેતરમાં ‘કોફી વિથ કરણ 8’ના પ્રોમોમાં સારા અલી ખાન પણ શુભમન ગિલ અને સારા તેંડુલકરના સંબંધોની પુષ્ટિ કરતી જોવા મળી હતી. જો કે, સારા તેંડુલકર સાથે બ્રેકઅપની અફવાઓ વચ્ચે, શુભમન ગિલનું નામ બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન સાથે પણ જોડાયું હતું. બંનેના ડેટિંગની વાતો પણ સામે આવી હતી. આટલું જ નહીં, બંનેને ઘણી વખત સાથે પણ જોવામાં આવ્યા હતા, પણ એવામાં ફરી પાછું શુભમન અને સારા તેંડુલકરનું નામ સાથે જોડાવા લાગ્યું, એટલે લોકોને લાગ્યું કે શુભમન- સારા અલી ખાનનું બ્રેકઅપ થઇ ગયું.