શુભમન ગિલે આઇસીસી અવૉર્ડ જીતવામાં આ નવો વર્લ્ડ રેકૉર્ડ કર્યો | મુંબઈ સમાચાર

શુભમન ગિલે આઇસીસી અવૉર્ડ જીતવામાં આ નવો વર્લ્ડ રેકૉર્ડ કર્યો

દુબઈઃ ભારતના ટેસ્ટ-સુકાની શુભમન ગિલ (Shubhman Gill)ને મંગળવારે જુલાઈ, 2025 માટેનો પ્લેયર ઑફ ધ મન્થ’ અવૉર્ડ વિજેતા ઘોષિત કરાવામાં આવ્યો હતો અને એ પુરસ્કાર મળતાં આનંદિત થયેલા ગિલને આઇસીસીની અખબારી યાદીમાં એવું કહેતો ટાંકવામાં આવ્યો હતો કે મને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર અપાવનાર ઇંગ્લૅન્ડ સામેની જુલાઈ મહિનાની ડબલ સેન્ચુરી (269 રન)ને હું કદી નહીં ભૂલું.

‘ વાસ્તવમાં ગિલ ચાર વખત (four times) ` પ્લેયર ઑફ ધ મન્થ’ પુરસ્કાર મેળવનાર વિશ્વનો પ્રથમ પુરુષ ક્રિકેટર બન્યો છે. પચીસ વર્ષીય શુભમન ગિલ આ પહેલાં જાન્યુઆરી 2023માં, સપ્ટેમ્બર 2023માં અને ફેબ્રુઆરી 2025માં ` પ્લેયર ઑફ ધ મન્થ’ પુરસ્કાર જીત્યો હતો. શુભમન ગિલે જુલાઈમાં બ્રિટિશરો સામેની બીજી ટેસ્ટમાં 269 રન ઉપરાંત 161 રનની ઇનિંગ્સથી ભારતને વિજય અપાવ્યો હતો.

https://twitter.com/ThakurVish80259/status/1955238305601089646

આપણ વાંચો: બુધવારથી ચોથી ટેસ્ટઃ શુભમન ગિલ આવી શકે બ્રેડમૅનની બરાબરીમાં…

જુલાઈમાં (પ્લેયર ઑફ ધ મન્થ માટેના સમયગાળામાં) ગિલે કુલ 430 રન કર્યા હતા અને તેણે આખી સિરીઝમાં સૌથી વધુ 754 રન કર્યા હતા. તેણે કૅપ્ટન્સી અને બૅટિંગ બન્નેમાં પાકટતા અને નિપુણતા બતાવી હતી અને નિવૃત્ત થયેલા રોહિત શર્મા તથા વિરાટ કોહલીની ગેરહાજરી નહોતી વર્તાવા દીધી.

ભારતે ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ 2-2થી ડ્રૉ કરાવી હતી. શુભમન ગિલે જુલાઈ મહિનાનો પુરસ્કાર જીતવા માટેની હરીફાઈમાં ઇંગ્લૅન્ડના જ બેન સ્ટૉક્સ અને સાઉથ આફ્રિકાના વિઆન મુલ્ડેરને પાછળ રાખી દીધા હતા.

મહિલાઓમાં ઇંગ્લૅન્ડની સોફિયા ડન્ક્લી ` પ્લેયર ઑફ ધ મન્થ’નો અવૉર્ડ જીતી હતી.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button