નવી દિલ્હીઃ વર્લ્ડ કપ ચાલી રહ્યો છે અને આ પહેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર ભારતીય ઓપનર શુભમન ગિલ સાથે જોડાયેલા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શુભમન ગિલ પ્રથમ મેચમાં રમી શકશે નહીં. ભારતીય ટીમ રવિવારે ચેન્નાઈમાં ઓસ્ટ્રેલિયા સામે તેના વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે.
આવી સ્થિતિમાં આ મેચ પહેલા ટીમ ઈન્ડિયા સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ વગર મેદાનમાં ઉતરી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલ ડેન્ગ્યુથી પીડિત છે, જેના કારણે તેના માટે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં રમવું મુશ્કેલ માનવામાં આવે છે.
ભારતીય બેટ્સમેન શુભમન ગિલ અત્યારે શાનદાર ફોર્મમાં છે, તેના ન રમવાથી ટીમને મોટું નુકસાન થશે. હવે જોવાનું એ રહે છે કે તેની જગ્યાએ કોણ રમવા આવશે. એવું માનવામાં આવે છે કે શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ મિડલ ઓર્ડરમાં સાથે રમી શકે છે અને શુભમન ગિલની જગ્યા ભરી શકે છે.
ઘણા નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લી કેટલીક મેચોને જોતા ઈશાન કિશનને ઓપનિંગ માટે મોકલી શકાય છે. જો કે કેએલ રાહુલ પણ ઓપનીંગ કરી શકે છે.
ગિલ તાજેતરના સમયમાં ODIમાં ભારતનો સૌથી શાનદાર બેટ્સમેન છે. તે ડેન્ગ્યુથી પીડિત હોવાનું કહેવાય છે. હાલમાં તે ડૉક્ટરોની સારવાર હેઠળ છે. BCCIની મેડિકલ ટીમ આ સ્ટાર બેટ્સમેનના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહી છે. ડેન્ગ્યુથી સાજા થતા સહેજે આઠથી દસ દિવસનો સમય લાગે છે.
શુભમન ગિલ ODI રેન્કિંગમાં બીજા નંબરનો બેટ્સમેન છે. તેણે ODI ફોર્મેટમાં ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. તેણે 35 ઈનિંગ્સ રમી છે જેમાં તેણે 1917 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 102.84 છે. તેણે ODI ફોર્મેટમાં 6 સદી અને 1 અડધી સદી ફટકારી છે. શુભમન ન રમવું ભારત માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.
ભારતે 14મીએ પાકિસ્તાન સાથે પણ સ્પર્ધા કરવાની છે. જેમાં શુભમનની ખૂબ જરૂર પડશે. શુભમન ગિલ આ વર્ષે ભારતનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. જો ભારતે વર્લ્ડ કપ જીતવો હોય તો તેમાં ગિલની ભૂમિકા ઘણી મહત્વની રહેશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના તમામ ખેલાડીઓ તેના માટે જલ્દીથી જલ્દી ફિટ થઈ જાય તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો
રોજ ખજૂર ખાઓ, સ્વસ્થ રહો, મસ્ત રહો