સ્પોર્ટસ

શુભમન ગિલે કોને કહ્યું શર્ટ તો પાછું આપી દેવું તો યાર…

શુભમન ગિલ ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર છે અને તે અવારનવાર સારા તેંડુલકર સાથેના પોતાના સંબંધને કારણે પણ લાઈમલાઈટમાં આવતો હોય છે. પરંતુ હાલમાં શુભમન ગિલ ચર્ચામાં આવ્યો છે તેણે કોઈની પાસેથી પાછા માંગેલા શર્ટને કારણે. આવો જોઈએ શું છે આખો માંઝરો…

વાત જાણે એમ છે કે શુભમન ગિલ અને ઈશાન કિશન બંને સારા બેટ્સમેન હોવાની સાથે સાથે સારા મિત્રો પણ છે. સોશિયલ મીડિયા પર પણ બંનેની મિત્રતાની ચર્ચા અવારનવાર ચાલતી જ હોય છે. હાલમાં જ ઈશાન કિશને પોતાનો એક ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો અને એના પર શુભમને કરેલી કમેન્ટને કારણે પોસ્ટ તો વાઈરલ થઈ જ ગઈ છે પણ શુભમન પણ ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.

આખી ઘટના એવી છે ઈશાન કિશને હાલમાં જ સોશિયલ મીડિયા પર બ્લ્યુ કલરના શર્ટમાં એક ફોટો પોસ્ટ કર્યો હતો અને એના પર શુભમન ગિલે કમેન્ટ કરી હતી કે અરે ભાઈ શર્ટ તો પાછું આપી દેવું હતું. ઈશાન કિશન ભલે કરોડોના માલિક છે પરંતુ તે અવારનવાર શુભમન ગિલના કપડાં પહેરતો જોવા મળે છે અને આવું પહેલાં પણ જોવા મળ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઈશાન કિશન અને શુભમન ગિલ ખૂબ સારા મિત્રો છે અને ટીમ ઈન્ડિયા જે હોટેલમાં રોકાય છે ત્યાં બંને જણ એક સાથે એક જ રૂમમાં રોકાય છે.

ગેમની વાત કરીએ તો સાઉથ આફ્રિકામાં ઈશાન કિશન અને શુભમન ગિલ બંનેની અસલી ટેસ્ટ થશે. બંને જણ ટી-20 પછી ટેસ્ટ સિરીઝમાં રમતા જોવા મળશે. શુભમન ગિલ અને ઈશાન કિશન પહેલી વખત સાઉથ આફ્રિકાની ટૂર પર ગયા છે અને અહીંની પીચનો પેસ અને બાઉન્સ પર રન બનાવવાનું આ બંને જણ માટે સહેલું તો નહીં જ હોય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?