આ ભારતીય ક્રિકેટર દર્દીઓની વહારે, 35 લાખ રૂપિયાના તબીબી સાધનો ડૉનેટ કર્યા…

મોહાલીઃ ભારતના ટૉપ-ઑર્ડરના બૅટ્સમૅન અને આઇપીએલની ગુજરાત ટાઇટન્સ (જીટી) ટીમના કૅપ્ટન શુભમન ગિલે (Shubhman Gill) પંજાબમાં મોહાલી (Mohali)ની જિલ્લા હૉસ્પિટલને 35 લાખ રૂપિયાની કિંમતના તબીબી સાધનોનું દાન કર્યું છે.
આ મેડિકલ ઇક્વિપમેન્ટ્સમાં કેટલાક વેન્ટિલેટર, સીરિન્જ પંપ, ઓટી ટેબલ, સીલિંગ લાઇટ, આઇસીયુ બેડ અને એક્સ-રે મશીનનો સમાવેશ છે. સિવિલ સર્જન ડૉ. સંગીતા જૈને (Dr. Sangita Jain) જણાવ્યું છે કે શુભમન ગિલે દાનમાં આપેલા આ સાધનો જિલ્લા હૉસ્પિટલના દર્દીઓને ખૂબ મદદરૂપ થશે.’ શુભમન ગિલનો ઉછેર મોહાલીમાં થયો હતો. તે આ શહેરના ફેઝ-10ની એક પ્રાઇવેટ સ્કૂલમાં ભણ્યો હતો. તે મોહાલીમાં એક બંગલો બનાવી રહ્યો છે અને એ રીતે તે આ શહેરના સતત સંપર્કમાં રહેવા માગે છે.

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરીમાં બીસીસીઆઇએ સોશિયલ મીડિયામાં એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં કેટલાક ભારતીય ખેલાડીઓએતમારા શરીરના અવયવોનું દાન કરો, કોઈનો જીવ બચાવો’ અભિયાન હેઠળ ક્રિકેટપ્રેમીઓને અનુરોધ કર્યો હતો. એ અભિયાન સંબંધિત ઇવેન્ટ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી.
આ પણ વાંચો :શુભમન ગિલના સ્ટેડીયમમાં મેચ જોવા આવેલી આ અભિનેત્રી ડેટ કરી રહ્યો છે! અટકળોએ જોર પકડ્યું
એ અભિયાન હેઠળ ક્રિકેટચાહકોને અપીલ કરનારાઓમાં શુભમન ગિલ ઉપરાંત વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, અક્ષર પટેલ, હાર્દિક પંડ્યા, રિષભ પંત, અર્શદીપ સિંહ વગેરે ખેલાડીઓનો સમાવેશ હતો.