‘આપને મેરી બોલતી બંદ કર દી’, એવું શ્રેયસ ઐયરને એક્ટ્રેસ સાહિબા બાલીએ કેમ કહ્યું?

દુબઈ: વન-ડે ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં શ્રેયસ ઐયર સારું રમ્યો છે અને આજે અહીં ન્યૂ ઝીલેન્ડ સામેની ફાઇનલ (બપોરે 2:30 વાગ્યાથી લાઈવ)માં પણ તે મૅચ-વિનિંગ સાબિત થઈ શકે એવું માનીને જાણીતી સ્પોર્ટ્સ ચેનલની પ્રેઝન્ટર તેમ જ અભિનેત્રી સાહિબા બાલીએ શ્રેયસને બે-ત્રણ સવાલ પૂછવાનું નક્કી કર્યું જેમાં તેના એક જવાબ બાદ સાહિબા કંઈ બોલી જ નહોતી શકી.
Also read : શુભમન ગિલના સ્ટેડીયમમાં મેચ જોવા આવેલી આ અભિનેત્રી ડેટ કરી રહ્યો છે! અટકળોએ જોર પકડ્યું
રણજી ટ્રોફી બાદ વન-ડે મૅચોમાં પણ ખૂબ સારું પર્ફોર્મ કર્યું છે. તેની છેલ્લી સાત વન-ડે મૅચમાં સ્કોર આ મુજબ રહ્યા છે:
59, 44, 78, 15, 56, 79 અને 45.
શ્રેયસે સાહિબાને હળવા ટૉનમાં જે જવાબ આપ્યો હતો એ ખુદ શ્રેયસના તેમ જ ટીમ ઇન્ડિયાના ઉમદા અભિગમનો પુરાવો છે.
મૂળ શાંત સ્વભાવના શ્રેયસને સાહિબાએ પૂછ્યું કે ‘ભારત આજે ફાઇનલ જીતી જશે ત્યાર બાદ તમારું સેલિબ્રેશન કેવું રહેશે? કોઈ પ્લાન બનાવ્યો છે?’ આ સાંભળીને શ્રેયસે જવાબમાં કહ્યું કે ‘હું કેવી રીતે સેલિબ્રેટ કરીશ? એ વિશે અત્યારે હું તમને કંઈ જ ન કહી શકું. હું તો હંમેશાં વર્તમાન વિશે જ વિચારું છું.’
Also read : ગાવસકરે રોહિતને સલાહ આપી કે `તું પચીસ ઓવર સુધી બૅટિંગ કરીશ તો…’
શ્રેયસનો સ્પષ્ટ જવાબ સાંભળીને સાહિબાએ તેને હસતાં કહ્યું કે ‘આપને મેરી બોલતી બંદ કર દી.’