શ્રેયસ ઐયરે સિડનીમાં પાંસળીમાં સર્જરી કરાવી

સિડનીઃ ભારતની વન-ડે ટીમના મિડલ-ઑર્ડર બૅટ્સમૅન અને આઇપીએલની પંજાબ કિંગ્સ ટીમના સુકાની શ્રેયસ ઐયરે (Shreyas Iyer) સિડનીની હૉસ્પિટલમાં પાંસળીમાં સર્જરી (Surgery) કરાવી છે અને હવે તેની તબિયત સુધારા પર છે. તેને શનિવારે ઑસ્ટ્રેલિયા સામેની છેલ્લી વન-ડે દરમ્યાન ફીલ્ડિંગમાં કૅચ પકડતી વખતે પાંસળી (Ribs)માં ગંભીર ઈજા થઈ હતી જ્યાર બાદ તેને તરત હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
શ્રેયસ હવે આઇસીયુ (ઇન્ટેન્સિવ કેર યુનિટ)ની બહાર છે. જોકે ડૉક્ટરે તેને આ સર્જરી નાની હોવા છતાં તેને પૂરતો આરામ કરવાની સલાહ આપી છે. તે લગભગ એક અઠવાડિયું સિડનીની હૉસ્પિટલમાં રહેશે.
આ પણ વાંચો : શ્રેયસ અય્યરને ICUમાં દાખલ કરવામાં આવ્યો; આંતરિક રક્તસ્ત્રાવને કારણે ચિંતા વધી
BIG BREAKING
— Richard Kettleborough (@RichKettle07) October 27, 2025
– SHREYAS IYER IS IN ICU IN SYDNEY AFTER INTERNAL BLEEDING
– SHREYAS IYER'S FAMILY COULD FLY TO SYDNEY SOON, AS BCCI IS MAKING THE ARRANGEMENTS
– Wishing Shreyas Iyer a speedy recovery pic.twitter.com/3ssVrhW4Ce
ભારતીય ટીમ માટેના ફિઝિશ્યન ડૉ. રિઝવાન ખાન મારફત બીસીસીઆઇ શ્રેયસની તબિયત વિશે લેટેસ્ટ જાણકારી મેળવતું રહે છે. શ્રેયસે ફિઝિયો કમલેશ સાથે પણ વાતચીત કરી છે. એવું જાણવા મળ્યું છે કે શ્રેયસના પરિવારજનના સિડની ખાતેના પ્રવાસની બધી વ્યવસ્થા પણ બીસીસીઆઇએ કરી છે.
શ્રેયસ હવે પરિવારજનો તેમ જ ખૂબ નજીકના મિત્રોના ફોન કૉલ રિસીવ કરે છે. તે ઘરમાં બનાવેલું ભોજન જ લે છે અને એની વ્યવસ્થા સિડનીમાં રહેતાં તેના કેટલાક મિત્રોએ કરી છે.
આ પણ વાંચો : શ્રેયસ અય્યર ICUમાંથી બહાર આવ્યો; BCCIની મેડીકલ ટીમની કાર્યવાહીથી જીવ બચ્યો
શ્રેયસે શનિવારે ઍલેક્સ કૅરીનો ડાઇવિંગ કૅચ ઝીલતી વખતે આ ઈજા થઈ હતી. તેને પાંસળીમાં રપ્ચર્ડ સ્પ્લીન પ્રકારની ઈજા થઈ હતી જેમાં બ્લીડિંગ થયું હતું અને સર્જરી જરૂરી બની હતી. ટી-20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે મંગળવારે કૅનબેરામાં પત્રકારોને કહ્યું હતું કે ` શ્રેયસે ફોન કૉલ્સ રિસીવ કરવાના અને મૅસેજિસની આપ-લે કરવાની શરૂઆત કરી છે એ બહુ સારો સંકેત છે. તેની તબિયત ઘણી સુધારા પર લાગે છે.’



