IPL 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

IND VS NED: દિવાળીના દિવસે ટીમ ઈન્ડિયાનો ધમાકો

પહેલા પાંચ બેટરનો અનોખો વિક્રમઃ 61, 51, 51, 128 અને 102 રન ફટકાર્યા

બેંગલુરુઃ આજે દિવાળીના દિવસે કેએમ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારતીય ટીમના ઓપનર પાંચ બેટરે ધમાકેદાર બેટિંગ કરતા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે સર્વોત્તમ સ્કોર કર્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી વન-ડે વર્લ્ડ કપમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું, જેમાં અત્યાર સુધીની તમામ મેચ જીતી છે. આજની મેચમાં રોહિત શર્માની ટીમે નેધરલેન્ડની સામે નવો ઈતિહાસ રચ્ચો હતો. નેધરલેન્ડ સામે ભારતના ટોચના પાંચ બેટરે હાફ સેન્ચુરી કરવાનો પણ નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. કેપ્ટન રોહિત શર્માએ 61, ગિલે 51, વિરાટ કોહલીએ 51, શ્રેયસ અચ્યરે 128 અને કેએલ રાહુલે 102 રન કર્યા હતા, જ્યારે આજની મેચમાં 16 સિક્સર ફટકારી હતી.

પહેલી ઓવરથી રોહિત અને શુભમન ગિલે આક્રમક બેટિંગ ચાલુ કરી હતી, જેમાં પાવરપ્લેમાં 91 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ 54 બોલમાં બે સિક્સર અને આઠ ચોગ્ગા સાથે 61 ફટકાર્યા હતા, જ્યારે ગિલે ચાર સિક્સર ત્રણ ચોગ્ગા સાથે 32 બોલમાં 51 રને આઉટ થયો હતો. વિરાટ કોહલીએ 56 બોલમાં 51 રને આઉટ થયો હતો. આ ઉપરાંત, શ્રેયસ અય્યર અને કેએલ રાહુલે આક્રમક રમત રમ્યા હતા. પાંચ સિક્સર અને 10 ચોગ્ગા સાથે 94 બોલમાં 128 અને કેએલ રાહુલે ચાર સિક્સર અને અગિયાર ચોગ્ગા સાથે 64 બોલમાં 102 રન કર્યા હતા.


ઓપનિંગમાં ગિલે 159.37ના સ્ટ્રાઈક રેટથી રમત રમીને રેકોર્ડ બનાવ્યો હતો. ગિલે આ વર્ષે મેચમાં અડધી સદી સાથે 2,000 રન પૂરા કર્યા છે, જે અત્યાર સુધીમાં કોઈ પણ દેશનો બેટર રેકોર્ડ બનાવી શક્યો નથી. ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલી દસ ઓવરમાં ઓપનિંગ જોડીએ હાફ સેન્ચુરી કરી નહોતી.


આ ઉપરાંત, શુભમન ગિલે આજની રમતમાં શાનદાર ચાર સિક્સર મારી હતી, જે ચર્ચાનો વિષય બન્યો હતો. નેધરલેન્ડના બોલર આર્યન દત્તની ઈનિંગની ત્રીજી ઓવરમાં ગિલે જોરદાર સિક્સર ફટકારી હતી. ગિલે 95 મીટરની ઊંચાઈ પર લાંબી સિક્સર ફટકારી હતી, પરિણામે બોલ સ્ટેડિયમની છત પર પહોંચી ગઈ હતી. આ સિક્સર પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ હતી. શોટની ઊંચાઈ જોઈને રોહિત શર્મા પણ ગિલની પાસે પહોંચીને સેલિબ્રેશન કર્યું હતું. વિરાટ કોહલી પણ ગિલના 51 રનના સ્કોરે આઉટ થયો હતો, જેને કારણે સચિન તેંડુલકરની 49 સદી સાથે બરાબરી કર્યા પછી પણ આજે રેકોર્ડ બ્રેક કરવાનું ચૂક્યો હતો. ભારતીય ટીમે પચાસ ઓવરમાં ચાર વિકેટે 410 રન ફટકાર્યા હતા, જેમાં પંદર રન એક્સ્ટ્રા હતા.


નેધરલેન્ડ વતીથી બાસ ડે લીડેએ 10 ઓવરમાં બે વિકેટ સાથે 82 રન આપ્યા હતા, જ્યારે રોલ્ફ વાન અને પોલ વાને એક-એક વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમની પહેલી વિકેટ 100 રને, બીજી વિકેટ 129 રને, ત્રીજી વિકેટ 200 રને અને ચોથી વિકેટ 408 રને પડી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button