સ્પોર્ટસ

શ્રેયસ ‘બોલર’ બનીને ચમક્યો, પણ હવે બૅટિંગમાં કસોટી

અનંતપુર: દુલીપ ટ્રોફીની ચાર દિવસીય મૅચમાં શુક્રવારે બીજા દિવસે ઇન્ડિયા-એના કૅપ્ટન મયંક અગરવાલ (56 રન)ને કૉટ ઍન્ડ બોલ્ડમાં પૅવિલિયન ભેગો કરનાર ઇન્ડિયા-ડીનો સુકાની શ્રેયસ ઐયર બોલિંગમાં તરખાટ મચાવીને છવાઈ ગયો છે, પરંતુ હવે રવિવારે બૅટિંગમાં તેની આકરી કસોટી થશે, કારણકે તેની ટીમે જીતવા બીજા 426 રન બનાવવાના બાકી હતા. શ્રેયસ પોતાની ટીમને પરાજયથી બચાવી શકશે કે કેમ એ જોવું રહ્યું.

શ્રેયસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જવલ્લે જ બોલિંગ કરી છે. ઑફબ્રેક અને લેગબ્રેક ગૂગલી તેની બોલિંગની ખાસિયતો છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તે ચાર વિકેટ લઈ ચૂક્યો છે. તેણે શુક્રવારે મયંકને બૉલ ફેંક્યો એમાં મયંક તેને વળતો કૅચ આપી બેઠો હતો. જોકે શ્રેયસે એ નીચો કૅચ પકડીને બધાને આશ્ર્ચર્યમાં મૂકી દીધા હતા. શ્રેયસે મયંક-પ્રથમ સિંહ વચ્ચેની 115 રનની ભાગીદારી તોડી હતી.

મયંકને તેણે તેના 56 રનના સ્કોર પર પૅવિલિયનમાં પાછો મોકલ્યો હતો, પણ પછી ઓપનર પ્રથમ સિંહ (122 રન) તથા તિલક વર્મા (111 નૉટઆઉટ) વચ્ચેની 104 રનની ભાગીદારી શ્રેયસની ટીમને ભારે પડી હતી.

શુક્રવારે સનગ્લાસ પહેરીને બૅટિંગ કરવા આવેલા શ્રેયસે સાતમા બૉલે ઝીરો પર વિકેટ ગુમાવી દીધી હતી. જોકે એ જ સનગ્લાસ પહેરીને તેણે મયંકનો પોતાના જ બૉલમાં અફલાતૂન ડાઇવિંગ કૅચ પકડ્યો હતો. તેની 4-0-22-1ની બોલિંગ ઍનેલિસિસ હતી.

સોશિયલ મીડિયામાં શ્રેયસના અમુક ચાહકો એવું માને છે કે ટીમ ઇન્ડિયામાં કમબૅક કરવામાં સંઘર્ષ કરી રહેલો શ્રેયસ હવે બોલિંગના તરખાટથી ટીમ ઇન્ડિયામાં ફરી સ્થાન મેળવવા માગે છે કે શું?

Show More

Related Articles

Back to top button
ભાદરવાની પૂર્ણિમા પર કરો આ કામ, ખુલી જશે ધનના માર્ગ આજે શ્રીહરિ બદલશે પાસું, આ ચાર રાશિના જાતકો માટે શરૂ થશે Golden Period… દેશમાં કાશ્મીરી મહિલાઓ આ બાબતમાં મોખરાના ક્રમે છે, શું છે વાત? 22 વર્ષ નાની એક્ટ્રેસ સાથે ફેમસ કોમેડિયને સેટ પર કરી આવી હરકત અને પછી જે થયું એ…