આ શું? અભિષેક શર્માને બદલે અભિષેક બચ્ચનનું નામ કોણે લીધું?

કરાચી/દુબઈઃ એશિયા કપમાં રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઇનલ જંગ ખેલાય એ પહેલાં ભૂતપૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક લાઇવ શૉ (Live show)માં એક એવું બ્લન્ડર કર્યું જેને લીધે સોશ્યલ મીડિયામાં તેની હાંસી ઉડી રહી છે. તે અભિષેક શર્મા (Abhishek sharma)ને બદલે ભૂલમાં અભિષેક બચ્ચન (Abhishek Bachchan) બોલી ગયો હતો.
શોએબ અખ્તરે એક ક્રિકેટ ગેમ શૉમાં ઉતાવળે મંતવ્ય આપવા ગયો જેમાં તે અભિષેક બચ્ચનનું નામ બોલ્યો હતો. આ સાંભળીને સ્ટુડિયોમાં હાજર બધા લોકો હસવાનું રોકી નહોતા શક્યા. સોશ્યલ મીડિયામાં તેની આ ભૂલ ઘડીભરમાં વાઇરલ થઈ હતી.
‘Get Abhishek Bachchan out early’—Shoaib Akhtar’s advice to Pakistan before Sunday final
— ThePrintIndia (@ThePrintIndia) September 26, 2025
Debdutta Chakraborty @debdutta_c writes
ThePrint #GoToPakistanhttps://t.co/AcIpY9kmuE
આ પણ વાંચો: ભારતીય ક્રિકેટરોએ એક જ દિવસમાં બે ઑસ્ટ્રેલિયન ટીમને હરાવી દીધી!
ભારત સામેની રવિવારની ફાઇનલમાં પાકિસ્તાની ટીમની સંભાવનાઓ વિશે સવાલ પૂછાતાં શોએબ અખ્તરે કહ્યું, ` જો પાકિસ્તાન અભિષેક બચ્ચનને જલદી આઉટ કરી દેશે તો તેમના મિડલ-ઑર્ડરનું શું થશે? તેમના મિડલ-ઑર્ડરે કંઈ સારું પ્રદર્શન નથી કર્યું.’ શોએબની જીભ લપસતાં જ ઍન્કર અને સાથી પૅનલિસ્ટ હસવા લાગ્યા હતા. ત્યાર બાદ શોએબે તરત ભૂલ સુધારીને અભિષેક શર્માનું નામ લીધું હતું.
અભિષેક શર્માએ શુક્રવારે શ્રીલંકા સામે પણ ફટકાબાજી કરી. તેણે આ ટૂર્નામેન્ટમાં સતત ત્રણ 30-પ્લસના સ્કોર નોંધાવ્યા બાદ શુક્રવારે લાગલગાટ ત્રીજી હાફ સેન્ચુરી ફટકારીને શ્રીલંકનોને પણ પોતાની આતશબાજીના જાદુમાંથી બાકાત નહોતા રાખ્યા.