દુબઈમાં શિખર ધવન ફરી એકવાર આ છોકરી સાથે જોવા મળ્યો…

દુબઈ: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર શિખર ધવનને આઈસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફીના બ્રેન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યો છે અને એ કરાર હેઠળ શિખર ગઈ કાલે દુબઈના સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મૅચ વખતે જોવા મળ્યો ત્યારે તેની સાથે જે છોકરી હતી એ છોકરી અગાઉ પણ તેની સાથે એકવાર જોવા મળી હતી. તેમનો ગઈ કાલનો ફોટો વાઈરલ થયો છે.
શિખરે થોડા મહિના પહેલાં પત્ની આયેશા મુખરજી સાથે છૂટાછેડા લીધા હતા.

શિખરની બાજુમાં ગઈ કાલે દુબઈમાં જોવા મળેલી છોકરીને સોશિયલ મીડિયામાં ક્રિકેટ પ્રેમીઓ ‘મિસ્ટ્રી ગર્લ’ તરીકે ઓળખાવે છે.
ચાહકોમાં ‘ગબ્બર’ તરીકે જાણીતા શિખર ધવને તેમ જ આ છોકરીએ એકમેક વચ્ચેની સંભવિત રિલેશનશિપ વિશે સીધી કે આડકતરી રીતે મીડિયામાં કંઈ જ જણાવ્યું નથી. ગઈ કાલે એક તરફ આ છોકરી કૅમેરાથી દૂર રહેવાનું પસંદ કરતી હતી ત્યારે બીજી બાજુ શિખર ધવન ફોટોગ્રાફરોને બિન્દાસ પોઝ આપતો હતો. શિખર ધવન ગયા વર્ષે નવેમ્બરમાં એક એરપોર્ટ પર આ જ છોકરી સાથે જોવા મળ્યો હતો.