ટોપ ન્યૂઝસ્પોર્ટસ

Shikhar Dhawanએ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી

નવી દિલ્હી : શિખર ધવને(Shikhar Dhawan) ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી છે. આ માહિતી તેમણે સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા શેર કરી છે. તેમણે આ ક્રિકેટ સફરમાં સાથ આપવા બદલ ચાહકોનો પણ આભાર માન્યો હતો. ‘ગબ્બર’ તરીકે પ્રખ્યાત ધવને તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભારત માટે 34 ટેસ્ટ, 167 વનડે અને 68 ટી20 મેચ રમી હતી. તેમણે આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 10,000 થી વધુ રન બનાવ્યા.

શિખર ધવને એક વીડિયો શેર કર્યો છે. જેમાં કહ્યું કે “મારા માટે જીવનનો એક ઉદ્દેશ હતો કે ભારત માટે રમવું. મને આ ઉદ્દેશ પરિપૂર્ણ કરવામાં સફળતા મળી. જેની માટે હું અનેક લોકોનો આભારી છું. ધવને સૌ પ્રથમ પોતાના પરિવાર, પછી બાળપણના કોચ જેમનું નિધન થઇ ચૂક્યું છે તે તારક સિંહાનો પણ આભાર માન્યો. તેમણે મદન શર્મા પાસેથી ક્રિકેટની ટેકનિક શીખવા બદલ તેમનો પણ આભાર માન્યો. “

હું ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું…
શિખર ધવને કહ્યું, “કે જીવનની વાર્તામાં આગળ વધવા માટે પાના ફેરવવા જરૂરી છે, હવે હું પણ તે જ કરવા જઈ રહ્યો છું. મેં પણ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો છે. મને મારા દેશ માટે આટલી બધી મેચ રમવાનું સૌભાગ્ય મળ્યું તે માટે હું BCCI અને પ્રશંસકોનો પણ આભાર માનું છું.

ધવને વધુમાં કહ્યું હતું કે તેને જરાય દુઃખ નથી કે તે હવે પોતાના દેશ માટે નહિ રમી શકે. તેના બદલે હું ખુશી અને ગર્વ અનુભવું છું કે તેને આટલા લાંબા સમય સુધી ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી.

https://twitter.com/SDhawan25/status/1827164438673096764

ભારત માટે રમ્યા છેલ્લી મેચ

શિખર ધવને છેલ્લે વર્ષ 2022માં બાંગ્લાદેશ સામે વનડે મેચ રમીને ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. કમનસીબે, ધવન તેની છેલ્લી ઇનિંગમાં કંઈ ખાસ કરી શક્યો ન હતો કારણ કે તેણે 8 બોલમાં માત્ર 3 રન બનાવ્યા હતા. આ એ જ મેચ હતી જેમાં ઇશાન કિશને 131 બોલમાં 210 રનની ઐતિહાસિક ઇનિંગ રમી હતી. ભારતે તે મેચ 227 રનથી જીતી લીધી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button