મુંબઇ: મુંબઇના વાનખેડે સ્ટેડિયમ પર થયેલ વર્લ્ડકપ સેમીફાઇનલની જંગમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 70 રનથી હરાવીને જીત પોતાને નામે કરી ગૌરવભેર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ મેચમાં મોહમ્મદ શમીએ 7 વિકેટ લઇને ભારતના નામે જીત નોંધાવવામાં બહુ મોટો ફાળો આપ્યો હતો. રનમશીન વિરાટ કોહલીની વિક્રમજનક 50મી સેન્ચ્યુરી, શ્રેયસ અય્યરની સતત બીજી સદીની મદદથી ભારતીય ટીમે 397 રનનો મોટો ટાર્ગેટ આપ્યો હતો. ડેરેલ મિશેલની સદીના જોરે ન્યૂઝીલેન્ડે દમદાર જવાબી પારી રમી હતી. પણ બીજી બાજુએથી સતત વિકેટ પડી રહી હોવાથી ન્યૂઝીલેન્ડનો પ્રતિકાર અધૂરો સાબિત થયો હતો. સેમી ફાઇનલનો બીજો મુકાબલો આજે કોલકત્તામાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે થશે. તેમાંથી જે જીતશે એની સાથે ભારતનો રવિવારે ફાઇનલમાં મુકાબલો થશે. દરમીયાન વાનખેડેમાં યોજાયેલ સેમીફાઇનલ મેચ માટે જાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ કરીને શમીની પ્રશંસા કરી હતી.
અનેક ખિલાડીઓની વ્યક્તીગત કામગીરીને કારણે સેમી ફાઇનલ વધુ ખાસ બની હતી. આ મેચ અને આખા વર્લ્ડકપમાં શમીની બોલિંગ ક્રિકેટ પ્રેમીઓ માટે કાયમી યાદગીરી બની રહેશે. Well played Shami. એવી પોસ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ એકાઉન્ટ પરથી કરી છે.
શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયરના પરફોર્મન્સને કારણે ન્યૂઝીલેન્ડની પરિસ્થિતી 39\2 હતી. ન્યૂઝીલેન્ડના ડેવોન કોનવે અને રચીન રવીન્દ્ર તરત જ પેવેલીયન ભેગા થયા હતાં. પણ ત્યાર બાદ કેન વિલ્યમસન અને ડેરેલ મિશેલે ત્રીજી વિકેટ માટે 149 બોલમાં 181 રનની ભાગીદારી નોંધાવી હતી. આ ભાગીદારીને કારણે ભારતીય ટીમની ચિંતા વધી ગઇ હતી. ત્યારે મોહમ્મદ શમીએ કેનની વિકેટ લઇ આ જોડી તોડી હતી. કેન 69 રન કરીને આઉટ થયો હતો. શમીએ ત્યાં જ ટોમ લેથમલને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને વધુ એક ઝટકો આપ્યો હતો. આમ શમીએ સાત વિકેટ પોતાને નામે કરી હતી.
Today’s Semi Final has been even more special thanks to stellar individual performances too.
— Narendra Modi (@narendramodi) November 15, 2023
The bowling by @MdShami11 in this game and also through the World Cup will be cherished by cricket lovers for generations to come.
Well played Shami!
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત રષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવારે પણ એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરીને વિરાટ કોહલી અને મોહમ્મદ શમીનું અભીનંદન કર્યું હતું. ટીમ ઇન્ડિયાને અભિનંદન. આ સફળતા અપેક્ષીત હતી. વિરાટ કોહલીને તેના રેકોર્ડ માટે અને મોહમ્મદ શમીનું તેની બોલીંગ માટે વિશેષ અભિનંદન. વર્લ્ડકપ ફાઇનલ માટે ઓલ દ બેસ્ટ! એમ શરદ પવારે કહ્યું હતું