શમીએ ટ્રેઇનિંગ શરૂ કરી દીધી, ઇંગ્લૅન્ડ સામેની શ્રેણીથી કમબૅક કરશે
ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વન-ડેના વર્લ્ડ કપનો બેસ્ટ બોલર હતો, પરંતુ પછીથી સાઉથ આફ્રિકા સામેની બે મૅચની ટેસ્ટ-સિરીઝમાં તેને નહોતું રમવા મળ્યું. હવે તે ફિટનેસ ફરી હાંસલ કરવા કોઈ કસર બાકી નથી રાખતો અને ટીમ ઇન્ડિયામાં વાપસી કરવા માટે ઉત્સુક છે.
શમીને પગની ઘૂંટીમાં ઈજા છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, ‘મારું રિહૅબિલિટેશન બરાબર થઈ રહ્યું છે. ઘૂંટીમાં થોડો દુખાવો છે, પણ મને ખાતરી છે કે એ પેઇન બહુ જલદી દૂર થઈ જશે. મેં ટ્રેઇનિંગ સેશન શરૂ કરી જ દીધા છે અને મને લાગે છે કે ઇંગ્લૅન્ડ સામેની આગામી ટેસ્ટ-સિરીઝથી હું મેદાન પર કમબૅક કરીશ.’
ભારતીયો પચીસમી જાન્યુઆરીથી ઘરઆંગણે ઇંગ્લૅન્ડ સામે પાંચ મૅચની ટેસ્ટ-સિરીઝ રમશે. પહેલી બે ટેસ્ટ અનુક્રમે હૈદરાબાદ અને વિશાખાપટનમમાં રમાયા બાદ ત્રીજી ટેસ્ટ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં રમાશે. આખરી બે ટેસ્ટ રાંચી અને ધરમશાલામાં રમાવાની છે.