સ્પોર્ટસ

આફ્રિદી પરિવારમાં બૅબી-બૉયનું આગમન: ડૅડી શાહીનને અને નાનાજી શાહિદને અભિનંદન

કરાચી: પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી અને તેની પત્ની અંશા આફ્રિદીને ત્યાં બૅબી-બૉયનું આગમન થયું છે. પાકિસ્તાન રવિવારે રાવલપિંડીમાં બાંગ્લાદેશ સામે સિરીઝની પ્રથમ ટેસ્ટ હારી ગયું હતું અને હવે શાહીન આફ્રિદી કરાચી પાછો આવી રહ્યો છે. અંશા આફ્રિદીએ શનિવારે પ્રથમ બાળકને જન્મ આપ્યો હતો.

શાહીન આફ્રિદી અને અંશા આફ્રિદીએ 2021માં સગાઈ કરી હતી અને ગયા વર્ષે ફેબ્રુઆરીમાં તેમના નિકાહ થયા હતા.
અંશા પાકિસ્તાનના ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદીની બીજા નંબરની દીકરી છે. આફ્રિદી નાનાજી બની ગયો છે.

તાજેતરની પૅરિસ ઑલિમ્પિક્સમાં ભાલાફેંકની હરીફાઇમાં પાકિસ્તાનના ઍથ્લીટ અર્શદ નદીમે ભાલો સૌથી વધુ 92.97 મીટર દૂર ફેંકીને ગોલ્ડ મેડલ જીતી ગયો હતો. નદીમે શાહીન આફ્રિદીને તેમ જ શાહિદ આફ્રિદીને સોશિયલ મીડિયા પર અભિનંદન પાઠવ્યા હતા. નદીમે સંદેશામાં લખ્યું, ‘શાહીન આફ્રિદીને પિતા બનવા બદલ અને શાહિદ આફ્રિદીને નાનાજી બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. તમારા આખા પરિવારને પણ બધાઈ.’

નદીમ ઉપરાંત બીજા ઘણા સ્પોર્ટ્સપર્સન્સના શાહીન અને શાહિદને અભિનંદન તથા શુભેચ્છા મળ્યા છે.
બાંગ્લાદેશે પાકિસ્તાનને રવિવારે પહેલી જ વાર ટેસ્ટમાં હરાવ્યું હતું. બીજી ટેસ્ટ 30મી ઑગસ્ટથી રાવલપિંડીમાં જ રમાવાની છે અને શાહીન આફ્રિદી બહુ જલદી પાછો ત્યાં પહોંચી જશે.

શાહીન આફ્રિદીએ પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે (શનિવારે) બાંગ્લાદેશના હસન મહમૂદની વિકેટ લીધી ત્યારે તેણે (શાહીને) નવજાત બાળકને ખોળામાં ઝુલાવી રહ્યો હોય એવી ઍક્શન કરીને ખુશી વ્યક્ત કરી હતી અને એ વિકેટ તેને ડેડિકેટ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button