સ્પોર્ટસ

પાકિસ્તાનના ગુજરાતી હિન્દુ ક્રિકેટરનો આક્ષેપ, `ઇસ્લામ ધર્મ અપનાવી લેવા શાહિદ આફ્રિદી મને વારંવાર દબાણ કરતો હતો’

વૉશિંગ્ટનઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ ગુજરાતી-વૈષ્ણવ સમાજના લેગ-સ્પિનર દાનિશ કનેરિયાએ કહ્યું છે કે ભૂતકાળમાં તેના સાથી ખેલાડી શાહિદ આફ્રિદીએ તેને ઇસ્લામ ધર્મ અપનાવી લેવા ઘણી વાર સલાહ આપી હતી, પણ તે ટસનો મસ ન થયો અને આ દબાણ તેમ જ અન્ય પ્રકારના ભેદભાવને કારણે છેવટે તે અમેરિકામાં સ્થાયી થયો છે.

દાનિશ કનેરિયા 44 વર્ષનો છે. તે 2000થી 2010 દરમ્યાન પાકિસ્તાન વતી 61 ટેસ્ટ તથા 18 વન-ડે રમ્યો હતો અને તેણે કુલ મળીને 276 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: પાકિસ્તાની ક્રિકેટર ભારતના સમર્થનમાં, એક ઈમોજી પોસ્ટ કરીને માલદીવને લગાડ્યા મરચાં…

એએનઆઇના અહેવાલ મુજબ કનેરિયાએ વૉશિંગ્ટનમાં એક મહાસભાને સંબોધતા એવું કહ્યું હતું કે પાકિસ્તાનમાં આપણા બધાની સાથે જે પ્રકારનો વ્યવહાર થયો હતો એ શૅર કરવા માટે આપણે સૌ અહીં એકત્રિત થયા છીએ. આપણી સાથે કોઈને કોઈ રીતે ભેદભાવ થયો અને આપણે એની સામે અવાજ પણ ઉઠાવ્યો છે.’ પાકિસ્તાન વતી ક્રિકેટ રમનાર દાનિશ કનેરિયા બીજો હિન્દુ ખેલાડી છે. તેણે સભામાં ઉપસ્થિત મહેમાનોને સંબોધતા કહ્યું હતું કેહું જે સમ્માન અને માન્યતાનો હકદાર હતો એ મને કદી નહોતા મળ્યા.

આ પણ વાંચો: પાકિસ્તાનના આ ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે અભિનંદન, ભગવાન રામ પધાર્યા છે

પાકિસ્તાન વતી હું સારું રમી રહ્યો હતો અને મારી કરીઅર પણ સારી જઈ રહી હતી. ઇન્ઝમામ-ઉલ-હકનો મને સારો સપોર્ટ હતો. શોએબ અખ્તરનો પણ ટેકો હતો, પણ શાહિદ આફ્રિદી અને બીજા ઘણા ખેલાડીઓ મને ખૂબ પરેશાન કરતા હતા. તેઓ મારી સાથે જમતા નહોતા. ખાસ કરીને આફ્રિદી મને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી લેવાની વારંવાર સલાહ આપતો હતો. ઇન્ઝમામ-ઉલ-હકે એ રીતે મારી સાથે ક્યારેય વાત નહોતી કરી.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button