ઓલિમ્પિક ખેલાડીઓને વહેંચવામાં આવશે 3 લાખ કોન્ડમ
સ્પોટર્સ સિટીમાં ટિન્ડર જેવા એપની હોય છે ડિમાન્ડ: ખેલાડીઓનો દાવો

મુંબઈ: પેરિસમાં 26 જુલાઈથી લઈને 11 ઑગસ્ટ સુધી ઓલિમ્પિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ રમતોત્સવ માટે ઓલિમ્પિક વિલેજમાં 14,250 એથ્લીટ માટે 3,00,000 કોન્ડમ વહેંચવામાં આવશે. ઓલિમ્પિકમાં ખેલાડીઓને ઈન્ટિમસી પર લગાવવામાં આવેલો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે અને રમતવીરોને એઈડ્સથી સુરક્ષા માટે આટલી મોટી સંખ્યામાં કોન્ડમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
કોરોનાને કારણે હતો પ્રતિબંધ
અહીં ઉલ્લેખનીય છે કે આની પહેલાંનો ઓલિમ્પિક રમતોત્સવ કોરોનાને કારણે એક વર્ષ મોડો એટલે કે 2021માં થયો હતો. નિયમ મુજબ દોઢ લાખ કોન્ડમ રમતવીરોને વહેંચવામાં આવ્યા હતા, પરંતુ કોરોનાના રોગચાળાને ધ્યાનમાં લેતાં ખેલાડીઓને ઈન્ટિમસી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. કોરોનાને ધ્યાનમાં રાકતાં ખેલાડીઓને એક-બીજાથી સાડા છ ફૂટ અંતર રાખવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું હતું, તેમ જ અનાવશ્યક સ્પર્શથી દૂર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.
સેક્સ કરવા માટે નહીં, જાગૃતિ ફેલાવવા અપાય છે કોન્ડમ
ખેલાડીઓને કોન્ડમ વહેંચવાની વાત આવે એટલે સૌથી પહેલો વિચાર લોકોને એવો જ આવે કે આ કોન્ડમ સેક્સ કરવા માટે આપવામાં આવે છે, પરંતુ આવું નથી. આ કોન્ડમ ખેલાડીઓમાં એઈડ્સ અને અન્ય સંસર્ગજન્ય બિમારી અંગેની જાગૃતિ ફેલાવવા માટે આપવામાં આવે છે. ઓલિમ્પિક ખેલાડીઓને કોન્ડમ વિતરણ કરવાની શરૂઆત 1988થી કરવામાં આવી હતી. ઓલિમ્પિક દરમિયાન ટેરેસ પરથી મોટી સંખ્યામાં કોન્ડમ મળ્યા બાદ ઓલિમ્પિક એસોસિયેશને આઉટડોર સેક્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને ત્યારપછી કોન્ડમ વહેંચવાની શરૂઆત કરવામાં આવી હતી.
સૌથી વધુ કોન્ડમ 2016માં અપાયા હતા
મળતી માહિતી મુજબ અત્યાર સુધીમાં સૌથી વધુ સંખ્યામાં કોન્ડમનું વિતરણ 2016માં રિયો ડી જાનેરો ઓલિમ્પિકમાં કરવામાં આવ્યું હતું. ખેલાડીઓને કુલ સાડા ચાર લાખ (રૂ. 4.5 લાખ) કોન્ડમ વિતરિત કરવામાં આવ્યા હતા. તેની પહેલાં બિજીંગ ઓલિમ્પિકમાં ચાર લાખ કોન્ડમ વિતરિત કરવામાં આવ્યા હતા. 2000ની સાલમાં સિડનીમાં થયેલા ઓલિમ્પિકમાં 70,000 કોન્ડમ વિતરિત કરવામાં આવ્યા હતા, પરંતુ તે ગણતરીના દિવસોમાં ખતમ થઈ જતાં બીજી વખત હજારો કોન્ડમ મગાવવા પડ્યા હતા.
ઓલિમ્પિકમાં ટિન્ડર જેવા એપની ડિમાન્ડ
ઓલિમ્પિક સ્વિમર ર્યાન લોચટેએ 2012 સમર ઓલિમ્પિક પહેલાં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે 70-75 ટકા રમતવીરો ઓલિમ્પિકમાં સેક્સ કરતા હોય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ઓલિમ્પિક વખતે ઓલિમ્પિક વિલેજમાં ટિન્ડર જેવા એપની ઘણી ડિમાન્ડ હોય છે. તેમણે કહ્યું હતું ખાસ કરીને સ્વિમરો સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ઘણો રસ લેતા હોય છે.