T20 World Cup 2024સ્પોર્ટસ

ગુરુવારે સેમિ ફાઇનલમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ સાઉથ આફ્રિકા અને ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ

જાણો કઈ ટીમ સુપર-એઇટમાં કેવું પર્ફોર્મ કરીને સેમિમાં પહોંચી છે

કિંગ્સટાઉન: રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમ ટી-20 વર્લ્ડ કપની ટ્રોફી જીતવાથી હવે માત્ર બે ડગલાં દૂર છે. એ સાથે, ભારતના નામે બીજી આઈસીસી ટી-20 ટ્રોફી લખાશે.

ગુરુવાર, 27મી જૂને બંને સેમિ ફાઇનલ રમાશે. પ્રથમ સેમિ ફાઈનલ (ભારતીય સમય અનુસાર સવારે 6.00 વાગ્યાથી) ટ્રિનિદાદમાં ટારૌબાના બ્રાયન લારા સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. એ જ દિવસે બીજો સેમિ ફાઈનલ મુકાબલો (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી) ગયાનામાં પ્રોવિડન્સના સ્ટેડિયમમાં 2007ના પ્રથમ ચેમ્પિયન ભારત અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ વચ્ચે થશે.

| Also Read: AFG vs BAN: અફઘાનિસ્તાને રચ્યો ઈતિહાસ: પહેલી વાર વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં

અપરાજિત સાઉથ આફ્રિકાની ટીમ સુપર-એઇટમાં અમેરિકા, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડીઝને હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી છે. અફઘાનિસ્તાનની ટીમે સુપર-એઇટમાં ભારત સામેના પરાજય બાદ ઓસ્ટ્રેલિયા અને બંગલાદેશ સામેના વિજય સાથે સેમિમાં સ્થાન મેળવ્યું છે.

| Also Read: વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી પર પગ રાખનાર મિચલ માર્શને પડી લાત: ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપમાંથી નાલેશી સાથે બહાર ફેંકાયું

અપરાજિત ભારતે સુપર-એઇટમાં અફઘાનિસ્તાન, બંગલાદેશ, ઓસ્ટ્રેલિયાને હરાવી સેમિમાં સ્થાન નક્કી કર્યું છે.
ડીફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડે સુપર-એઇટમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યા બાદ સાઉથ આફ્રિકા સામે પરાજય જોયો હતો, પરંતુ પછી અમેરિકાને હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો