સ્પોર્ટસ

ઇંગ્લૅન્ડના ક્રિકેટર બેન ડકેટનું જુઓ કોણે કેવું સ્વાગત કર્યું!

લંડન: તાજેતરમાં ભારતમાં ઇંગ્લૅન્ડની ટીમ ટેસ્ટ-સિરીઝ દરમ્યાન રાજકોટના ત્રીજા મુકાબલામાં ઓપનર બેન ડકેટના પ્રથમ દાવના 153 રન છતાં છેવટે 434 રનના તોતિંગ માર્જિનથી હારી ગઈ હતી. જોકે ડકેટે એ ઇનિંગ્સથી અને ત્રીજી સેન્ચુરીથી ભારતીય ક્રિકેટપ્રેમીઓના મન પર ઊંડી છાપ જરૂર પાડી હતી. રાજકોટમાં ત્યારે ભારતીયોએ 2-1ની સરસાઈ લીધા બાદ પછીની બન્ને ટેસ્ટ પણ જીતીને સિરીઝની ટ્રોફી 4-1થી જીતી લીધી હતી.

કેન્ટ કાઉન્ટીમાં જન્મેલો ડકેટ ભારતના પ્રવાસમાં જોવી પડેલી એ કારમી હારને પગલે ભારે નિરાશા સાથે સ્વદેશ પાછો ગયો હતો, પરંતુ તે ઘરે પાછો ગયો કે તરત જ ખુશખુશાલ થઈ ગયો હતો. કારણ એ હતું કે દરવાજો ખૂલતાં જ મૅક્સ નામના તેના પાળેલા શ્ર્વાને તેનું ઊમળકાભેર સ્વાગત કર્યું હતું. તેનો પેટ ડૉગ તેને બે મહિને પાછો જોઈને એટલો બધો ખુશ થઈ ગયો હતો કે તેને ચોંટી પડ્યો હતો, ચાટવા લાગ્યો હતો અને ડકેટ જ્યાં ગયો ત્યાં તેની પાછળ-પાછળ જ જતો હતો અને તેને એક ક્ષણ પણ શાંતિથી બેસવા નહોતો દેતો.

ઇંગ્લૅન્ડના ક્રિકેટ બોર્ડે ડકેટ તેના પાળેલા કૂતરાને વહાલ કરી રહ્યો હોય એવો વીડિયો પોસ્ટ કર્યો છે અને એમાં લખ્યું, ‘બેન ડકેટ ઘરે પાછો ફર્યો ત્યારે તેના પેટ ડૉગ મૅક્સે તેનું જે રીતે વેલકમ કર્યું એવી અનુભૂતિ આપણને બધાને પણ થવી જરૂરી છે.’

29 વર્ષના બેન ડકેટે 20 ટેસ્ટમાં ત્રણ સદીની મદદથી 1464 રન બનાવ્યા છે જેમાં આઠ સિક્સર અને 188 ફોરનો સમાવેશ છે. તે 11 વન-ડે અને 12 ટી-20 પણ રમ્યો છે જેમાં તેના નામે 700-પ્લસ રન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ