લેડી બુમરાહે કર્યા બધાને બોલ્ડ, વીડિયો વાઈરલ
ભારતીય ક્રિકેટ ટીમના આક્રમક બોલર જસપ્રીત બુમરાહની બોલિંગથી સૌ વાકેફ છે, જ્યારે ભારતીય ટીમ ટવેન્ટી-20 વર્લ્ડ કપ જીતાડવામાં પણ તેનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. હવે બુમરાહની એક્શન ફક્ત ભારતીય ટીમના પૂર્વ બોલર જ નહીં, પરંતુ નવોદિત ખેલાડીઓની સાથે યુવાનોમાં જબરું ઘેલું લાગ્યું છે.
તાજેતરમાં સ્કૂલ ગર્લે બુમરાહના અંદાજમાં બોલિંગ નાખીને સૌનું દિલ જીતી લીધું હતું. સ્કૂલ ગર્લે બુમરાહની સ્ટાઈલમાં બોલિંગ નાખીને વીડિયો પણ વાઈરલ થયો હતો, જ્યારે એની બોલિંગને જોઈને લોકો તેની એક્શનથી પોકારી ઉઠ્યા કે અસલ બુમરાહની એક્શન. વાસ્તવમાં ભારતીય ટીમમાં બુમરાહ એક યુનિક બોલર છે, જેને ભારતીય ટીમમાં બીજી જોડ ક્યારેય મળશે નહીં.
સ્કૂલ ગર્લે બુમરાહના અંદાજમાં નેટમાં બોલિંગની નાખી હતી. બુમરાહની એક્શન અદ્દલોઅદ્દલ નકલ કરી હતી. બુમરાહના માફક સ્કૂલ ગર્લે રનઅપ પણ લીધી હતી. વીડિયોમાં જોવા મળ્યું હતું કે લેડી બુમરાહના બોલમાં બેટર પણ સરળતાથી રમી શક્યો નહોતો. સોશિયલ મીડિયા પર લેડી બુમરાહનો વીડિયો વાઈરલ થયા પછી લોકોએ તેની પ્રંશાસ કરી હતી.
અહીં તમારી જાણ ખાતર જણાવી દઈએ કે બુમરાહે ટીમ ઈન્ડિયાને ટવેન્ટી-20 વર્લ્ડ કપમાં ફાઈનલ મેચ રમ્યો હતો,
ત્યારબાદ અત્યારે રેસ્ટ પર છે. વર્લ્ડ કપ પછી ટીમ ઈન્ડિયાએ ઝીમ્બાબ્વેની ટૂરમાં ટવેન્ટી-20 સિરીઝ રમ્યા પછી શ્રીલંકામાં ત્રણ-ત્રણ મેચની ટી-20 અને વન-ડે સિરીઝ રમ્યો હતો. આમ છતાં બુમરાહની કોઈ પણ સિરીઝ માટે ટીમ ઈન્ડિયા વતી રમ્યો નહોતો.
બુમરાહની વાત કરીએ તો ભારતીય ટીમનો ટોપ બોલર છે, જે ત્રણેય ફોર્મેટમાં રમે છે. અત્યાર સુધીમાં 36 ટેસ્ટ, 89 વન-ડે અને 70 ટી-20 રમ્યો છે. ટેસ્ટમાં બુમરાહે 159 વિકેટ ઝડપી છે. એના સિવાય વન-ડેમાં 149 અને ટવેન્ટી-20 ઈન્ટરનેશનલમાં 89 વિકેટ લીધી છે.