મુંબઈ: ‘રબ ને બનાદી જોડી’માં શાહરુખ ખાન સાથે જોડી જમાવ્યા બાદ એક જ ફિલ્મ બાદ બોલીવુડની ટોચની અભિનેત્રીઓની હરોળમાં સ્થાન મેળવનારી અનુષ્કા શર્મા આજકાલ ફિલ્મના પડદે નહીં, પરંતુ ક્રિકેટના મેદાનમાં વધુ જોવા મળે છે. પતિ વિરાટ કોહલી હાલ આઇપીએલની મેચોમાં વ્યસ્ત છે, ત્યારે અનુષ્કા સ્ટેડિયમમાં વિરાટનો જુસ્સો વધારતી જોવા મળે છે.
જોકે હાલ ચર્ચા થઇ રહી છે અનુષ્કા શર્માના નવા લુકની. અનુષ્કા શર્માએ હાલ નવી હેરસ્ટાઇલ કરી છે અને નવી હેરસ્ટાઇલમાં તેના ફોટા ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. લોકોને અનુષ્કાનો આ નવો લુક ખૂબ જ પસંદ પડી રહ્યો છે, પરંતુ લોકો અનુષ્કાની નવી હેરસ્ટાઇલને વધુ એક વસ્તુ સાથે જોડી રહ્યા છે.
હાલમાં જ આરસીબી એટલે કે વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ સીએસકે એટલે કે ચેન્નઇ સુપર કિંગ્ઝને હરાવી હતી. આ મેચ ખૂબ જ મહત્ત્વની હતી અને આ મેચના આધારે આઇપીએલમાં કઇ ટીમ આગેકૂચ કરશે તે નક્કી થવાનું હતું. અંતે આરસીબીએ સીએસકેને હરાવતા વિરાટ કોહલી સહિત આખી ટીમ ખુશીથી ઝૂમી ઊઠી હતી. લોકો કહી રહ્યા છે કે આ મેચ જીતવાની ખુશીમાં જ અનુષ્કાએ પોતાનો લુક ચેન્જ કર્યો અને પોતાની હેરસ્ટાઇલ બદલાવી હોવાનું અનુષ્કા અને વિરાટના ફેન્સ કહી રહ્યા છે.
ખરેખર બીજા સંતાનની માતા બન્યા બાદ અનુષ્કાએ નવી હેરસ્ટાઇલ કરાવી હતી. અનુષ્કાની નવી હેરસ્ટાઇલના ફોટો હેર સ્ટાઇલિશ રાશીદ સલમાનીએ ઇન્સ્ટાગ્રામ પર મૂક્યા હતા. આ ફોટો ખરેખર એક સેલ્ફી છે જે રાશિદે અનુષ્કા સાથે લીધી હતી