સ્પોર્ટસ

સાત્વિક-ચિરાગ ત્રણ જ દિવસ પહેલાં વર્લ્ડ નંબર-વન બનેલી જોડીને હરાવી સેમિમાં પહોંચ્યા…

સિંગાપોરઃ ભારતના સાત્વિકસાઇરાજ રૅન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી પુરુષોની બૅડમિન્ટન (BADMINTON)માં ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-વન જોડી છે, પરંતુ તેમણે અહીં શુક્રવારે સિંગાપોર ઓપન ચૅમ્પિયનશિપની ક્વૉર્ટર ફાઇનલમાં વર્તમાન વર્લ્ડ નંબર-વન ગોહ ઝે ફેઇ (GOH SZE FEI) અને નુર ઇઝુદ્દીન (NUR IZZUDDIN)ને 21-17, 21-15થી હરાવીને સેમિ ફાઇનલમાં પહોંચી ગયા હતા.

ગોહ-નુર મલયેશિયા (MALAYSIA)ના છે અને હજી ત્રણ જ દિવસ પહેલાં (27મી મેએ) તેમણે જોડીમાં વિશ્વના નંબર-વન તરીકેની રૅન્ક મેળવી હતી. જોકે સાત્વિક-ચિરાગે તેમને 39 મિનિટમાં હરાવી દીધા હતા. સાત્વિક-ચિરાગ આ સીઝનમાં જોડીમાં એક પણ ટાઇટલ નથી જીત્યા એટલે આ વખતે તેમને ફરી એકવાર સારો મોકો મળ્યો છે, કારણ એ છે કે આ વર્ષમાં અગાઉ તેઓ બે ટૂર્નામેન્ટમાં સેમિ ફાઇનલમાં હારી ગયા હતા. મલયેશિયા ઓપનમાં તેમ જ ઇન્ડિયા ઓપનમાં તેમનો સેમિ ફાઇનલમાં પરાભવ થયો હતો.

સાત્વિક-ચિરાગનો મલયેશિયાના વર્લ્ડ નંબર-વન ગોહ ઝે ફેઇ અને નુર ઇઝુદ્દીન સામે 6-2નો જીત-હારનો બહુ રેકૉર્ડ છે. જોકે તાજેતરમાં ઇન્ડિયા ઓપનમાં સાત્વિક-ચિરાગે તેમની સામે પરાજય જોયો હતો એટલે અહીં સિંગાપોરમાં તેમની સામે બદલો લેવાનો તેમની પાસે સારો મોકો હતો અને સાત્વિક-ચિરાગે એ કામ ક્વૉર્ટર ફાઇનલમાં મોકો મળતાં પૂરું કર્યું હતું.

આપણ વાંચો : મલયેશિયા બૅડમિન્ટનમાં ભારતના ચાર પુરુષ ખેલાડી ચમક્યા, પણ મહિલા ચૅમ્પિયન સિંધુ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button