સ્પોર્ટસ

એક ભારતીય ખેલાડીના ‘અચ્છે દિન’ આવી રહ્યા છે, બુધવારે ન્યૂ ઝીલૅન્ડ સામે મળી શકે મોકો…

બેન્ગલૂરુ: ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશનો ટેસ્ટ-શ્રેણીમાં 2-0થી સફાયો કર્યો ત્યાર બાદ હવે બુધવાર, 16મી ઑક્ટોબરથી બેન્ગલૂરુમાં ન્યૂ ઝીલૅન્ડ સામે કસોટી શરૂ થઈ રહી છે. બાંગ્લાદેશની સરખામણીમાં ન્યૂ ઝીલૅન્ડની ટીમ ઘણી મજબૂત છે, પરંતુ આ શ્રેણી ભારતમાં રમાવાની હોવાથી ટીમ ઇન્ડિયાનું પલડું ભારે છે. દરમ્યાન, ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-ઇલેવન વિશે સવાલ ઊઠતાં એક જાણકારી મળી છે કે વર્તમાન સ્ક્વૉડમાંના એક ખેલાડી માટે સમાચાર સારા નહીં હોય, પણ બીજા એક પ્લેયરના ‘અચ્છે દિન’ કદાચ આવી જ રહ્યા છે.

આ પણ વાંચો : સોશિયલ મીડિયા પર Sarfraz Khanના પિતાના જેકેટની ચર્ચા કેમ થઈ રહી છે?

શુભમન ગિલની ગરદન અક્કડ થઈ ગઈ છે જેને લીધે બની શકે કે તેને કિવીઓ સામેની પ્રથમ ટેસ્ટમાં નહીં રમવા મળે.
કૅપ્ટન રોહિત શર્મા કે હેડ-કોચ ગૌતમ ગંભીરે મોડી સાંજ સુધી સત્તાવાર રીતે કંઈ નહોતું જણાવ્યું, પણ જાણવા મળ્યું છે કે ગિલ નહીં રમે તો બૅટિંગમાં કે. એલ. રાહુલને ત્રીજા નંબરે મોકલવામાં આવશે અને તેના પાંચમા નંબર માટે સરફરાઝ ખાનને ઇલેવનમાં સમાવવામાં આવશે. બીજી રીતે કહીએ તો સરફરાઝ લાંબા સમય પછી ભારત વતી ફરી રમતો જોવા મળશે.

સરફરાઝે આ વર્ષના ફેબ્રુઆરીમાં ઇંગ્લૅન્ડ સામે રમીને ટેસ્ટમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે ત્રણ ટેસ્ટમાં કુલ 200 રન બનાવ્યા છે. 50.00 તેની બૅટિંગ-ઍવરેજ છે અને 79.36 તેનો સ્ટ્રાઇક-રેટ છે. તે ત્રણ હાફ સેન્ચુરી ફટકારી ચૂક્યો છે અને પ્રથમ ટેસ્ટ સદીની તલાશમાં છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં સરફરાઝના નામે કુલ 15 સેન્ચુરી છે. તાજેતરમાં જ તેણે રેસ્ટ ઑફ ઇન્ડિયા સામેની ઇરાની કપ મૅચમાં અણનમ 222 રન કર્યા હતા. તેને જો ન્યૂ ઝીલૅન્ડ સામે રમવાની તક મળશે તો તે આ જ ફૉર્મ એમાં જાળવી રાખવા કોઈ કસર નહીં છોડે. જોકે મોટા ભાગે ગિલ ફિટ નહીં હોય તો જ સરફરાઝને રમવાનો મોકો મળશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button