સરફરાઝ ખાને Supermanની જેમ કેચ ઝડપીને આપી Flying Kiss, વીડિયો વાઈરલ
રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ (England vs India 4th Test) મેચનો આવતી કાલે ટેસ્ટનો છેલ્લો દિવસ છે. ભારતને જીતવા માટે હજી 152 રનની જરૂર છે. આ જીતની સાથે ભારત પાસે ટેસ્ટ સીરિઝ પોતાના નામે કરવાની તક છે. આજની મેચમાં ઈંગ્લેન્ડને બીજી દરમિયાન ભારતના સ્ટાર પ્લેયર સરફરાઝ ખાને કેચ પકડીને ફ્લાઇંગ કિસ આપી હતી, જેનો વીડિયો હવે વાઇરલ થઈ રહ્યો છે.
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની આ ટેસ્ટ મેચમાં સરફરાઝ ખાનના પર્ફોર્મન્સની ચર્ચા થઈ રહી છે. બેટિંગ હોય કે પછી ફિલ્ડિંગ સરફરાઝ દરેક જગ્યાએ છવાઈ ગયો છે. આજે તો સરફરઝે કમાલ જ કરી દીધી હતી. ઈંગ્લેન્ડની બીજી ઈનિંગ્સમાં ભારતના ‘ચાઈનામેન’ કુલદીપ યાદવની ઓવરમાં ઈંગ્લેન્ડના ટોમ હાર્ટલીએ શૉટ માર્યો હતો, પણ તે બૉલને સરફરાઝે સુપરમેન જેમ ડાઇવ મારીને પકડી લીધો હતો.
સરફરાઝે આ કેચ પકડીને ફ્લાઇંગ કિસ પણ આપી હતી. સરફરાઝના આ કેચ સેલિબ્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. આ જ ઇનિંગમાં સરફરાઝે ઈંગ્લેન્ડના બેન ડકેટનો પણ કેચ લીધો હતો. જોકે આ મેચમાં ભારતની પહેલી ઈનિંગ્સમાં સરફરાઝ માત્ર 14 રન બનાવીને આઉટ થઈ ગયો હતો.
આજે ટેસ્ટનો ચોથો દિવસ હતો. ઈંગ્લેન્ડને બીજી ઇનિંગમાં 145 રન પર રોકી ભારતે આજે સાંજ સુધી વગર કોઈ વિકેટ ગુમાવતાં 40 રન બનાવ્યા છે. ભારત આ પાંચ મેચવાળી ટેસ્ટ સીરિઝમાં 2-1થી આગળ છે. જો આ મેચ અંગ્રેજોએ જીતી જશે તો ભારતને સીરિઝ જીતવા માટે પાંચમી અને છેલ્લી મેચ કેમ પણ કરીને જીતવી પડશે.