સ્પોર્ટસ

સરફરાઝ અહમદે ભારત સામેની મૅચ દરમ્યાન મોબાઈલનો ઉપયોગ કેમ કર્યો? સોશિયલ મીડિયામાં બબાલ

બુલવૅયો: અન્ડર-19 વર્લ્ડ કપમાં રવિવારે ભારતે પાકિસ્તાન (PAKISTAN)ને હરાવીને ટૂર્નામેન્ટની બહાર ફેંકી દીધું એ પહેલાં પાકિસ્તાની ટીમનો મેન્ટર સરફરાઝ અહમદ (SARFARAZ AHMED) એક વિવાદમાં ફસાયો હતો. એનો એક ફોટો સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે જે ભારત પાકિસ્તાન મૅચનો હોવાનું જણાવાયું છે.

ભારત સામેની મૅચ ચાલી રહી હતી એ દરમ્યાન સરફરાઝે મોબાઇલનો ઉપયોગ કર્યો એનો ફોટો વાઈરલ થયો છે. આ આઈસીસી ઈવેન્ટ છે અને આઇસીસીના નિયમ મુજબ તે આવું ન કરી શકે.

સરફરાઝ અહમદ સામે આઇસીસી આવું કરવા બદલ કડક પગલું ભરી શકે છે. સોશ્યલ મીડિયામાં એ સવાલ ચર્ચામાં છે કે સરફરાઝને મોબાઈલનો ઉપયોગ કરવાની પરવાનગી કોણે આપી? સરફરાઝ મોબાઇલમાં કોની સાથે ચૅટ કરી રહ્યો હતો?

આવું કંઈક બને એટલે સોશ્યલ મીડિયામાં જાતજાતની અટકળ થવા લાગતી હોય છે. કેટલાકે તો સરફરાઝના આ વર્તનને મૅચ ફિક્સિંગ સાથે જોડી દીધું હતું.

ઉલ્લેખનીય છે કે ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટેનો એરિયા પીએમઓએ તરીકે ઓળખાય છે અને એમાં મોબાઈલનો ઉપયોગ કરવા પણ પ્રતિબંધ હોય છે. હવે સવાલ એ છે કે સરફરાઝ એ એરિયાની અંદર હતો કે નહીં?

આપણ વાંચો:  પાકિસ્તાને ભારત સામેની મેચનો બહિષ્કાર કરતા રાજકારણ ગરમાયું! વિપક્ષે BCCI અને સરકાર પર પ્રહાર કર્યા

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button