સ્પોર્ટસ

Sara Tendulkarની પોસ્ટ અને Shubman Gillની સેન્ચ્યુરી… શું છે આ કનેક્શન?

Sara Tendulakar Social Media પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેની પોસ્ટ મિનિટોમાં જ વાઈરલ થઈ જતી હોય છે. માસ્ટર બ્લાસ્ટરની દીકરી સુંદરતાના મામલામાં બોલીવૂડની હસીનાઓને પણ પાછળ છોડી દેતી હોય છે. અવારનવાર સારા બોલીવૂડમાં ડેબ્યુ કરી રહી છે એવી વાતો પણ ચર્ચાતી હોય છે. આ સિવાય ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ સાથે પણ તેનું નામ લિંકઅપ કરવામાં આવે છે અને શુભમન ગિલને લઈને તેની પોસ્ટ પર ઢગલો કમેન્ટ્સ જોવા મળતી હોય છે. જોકે, બંનેમાંથી કોઈ પણ આ બાબતે ખૂલીને ક્યારેય બોલતું નથી.

હાલમાં સોશિયલ મીડિયા સારા તેંડુલકરની આવી જ પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં સારા તેંડુલકરના ઈન્ડિયન લૂક પર ફેન્સની નજર ચોંટી ગઈ છે અને તેઓ તેના વખાણ કરતાં થાકી નથી રહ્યા.

સારાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે પિંક સાડી અને હેવી જ્વેલરી સાથે જોવા મળી રહી છે. આ લૂકમાં સારા અપ્સરા જેવી સુંદર લાગી રહી છે. આ પોસ્ટ શેર કરતાં ફેન્સ જ નહીં પણ સેલેબ્સ પણ તેના પર રિએક્શન પર આપી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે હવે શુભમન ભાઈ સેન્ચ્યુરી મારશે જ… બીજા યુઝરે લખ્યું કે હવે તો ડબલ સેન્ચ્યુરી પાક્કી જ છે. વળી ત્રીજા એક યુઝર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સોણી કૂડી..
રવીના ટંડનની દીકરી રાશા ટંડને પણ સારાની આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી કે ખૂબસુરત… ઝારા ખાને લખ્યું હતું ગોર્જિયસ… આ પોસ્ટને અત્યાર સુધીમાં સાડાસાત લાખથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે.

અહીંયા તમારી જાણ માટે સારા તેંડુકરનું નામ છેલ્લાં કેટલાય સમયથી ક્રિકેટર શુભમન ગિલ સાથે જોડવામાં આવી રહ્યું છે. બંને જણ ઘણી વખત એકબીજા સાથે જોવા મળ્યા છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ પોતાના રિલેશનશિપને કન્ફર્મ કરી નથી. બંને સાથે એટલા ક્યુટ લાગે છે કે કોઈ પણ મેચ હોય કે ઈવેન્ટ બંનેની પોસ્ટ પર એકબીજાનો ઉલ્લેખ થવો ખૂબ જ સ્વાભાવિક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button