
વનડે વર્લ્ડકપ-2023માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને જીતવા માટે 358નો ટાર્ગેટ આપ્યો છે, પરંતુ આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર સારા તેંડુલકરે આપેલું રિએકશન ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. આવો જોઈએ, આખરે સારાએ કેમ આપ્યું આવું રિએક્શન અને શું હતું આ રિએક્શન?
ગુરુવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી મેચમાં ટીમ ઈન્ડિયાનો સ્ટાર પ્લેયર શુભમન ગિલે 92 બોલમાં 92 રનની તોફાની ઈનિંગ રમી પણ તેમ છતાં તે સદી ચૂકી ગયો હતો. શુભમન ગિલ કેચ આઉટ થઈ જતાં સારાએ આપેલું રિએક્શન સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યું છે. સારા શુભમનની સદી અધૂરી રહી જતાં દુઃખી થઈ ગઈ હતી અને તે એકદમ ચોંકી ગઈ હતી આને કારણે.
જોકે, આ જ મેચમાં જ્યારે શુભમને પોતાની અડધી સદી પૂરી કરી હતી ત્યારે સારાની ખુશીનો પાર નહોતો રહ્યો અને તેણે ઊભા થઈને શુભમન માટે તાળીઓ વગાડી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયા પર સચિન તેંડુલકરની દીકરી સારા અને શુભમન વચ્ચે અફેયર ચાલી રહ્યું છે એવા સમાચાર આવતાં હોય છે. જોકે, બંનેમાંથી કોઈએ પણ હજી સુધી આ રિલેશનશિપ અંગે ખુલાસો કર્યો નથી.
અહીંયા તમારી જાણ માટે કે મેચના એક દિવસ પહેલાં જ એટલે કે ગઈકાલે શુભમન અને સારા એક સાથે જોવા મળ્યા હતા અને પાપારાઝી સાથે ટકરાઈ જતાં બંને જણે એકબીજાથી દૂર થઈ જવાનું પસંદ કર્યું હતું.