મનોરંજનસ્પોર્ટસ

Viral Video: Sania Mirza એ કરી લીધા બીજો નિકાહ? દુબઈમાં કોનો હાથ પકડીને ફરી રહી છે?

ભારતીય સ્ટાર ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા હાલમાં પોતાના બીજા નિકાહને કારણે ચર્ચામાં છે. સાનિયા મિર્ઝાનું નામ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી મોહમ્મદ શામી સાથે પણ જોડાઈ ચૂક્યું છે અને અને વચ્ચે તો એવું પણ કહેવાઈ રહ્યું હતું કે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલ્લિકથી તલાક લીધા બાદ સાનિયાએ ફરી એક વખત કોઈ પાકિસ્તાનીનો જ હાથ થામી લીધો છે અને મજાની વાત તો એ છે કે આ પાકિસ્તાની શખ્સ બીજું કોઈ નહીં પણ જેની સાથે સાનિયા મિર્ઝાનું નામ જોડાયું છે એ બીજું કોઈ નહીં પણ શોએબ મલ્લિકની ત્રીજી પત્ની સના જાવેદનો એક્સ હસબેન્ડ ઉમૈર જસવાલ છે. ચાલો જોઈએ શું છે આખો મામલો-

આ પણ વાંચો : Shoaib Malikથી છૂટા પડ્યા બાદ કોઈને ડેટ કરી રહી છે Sania Mirza?

શોએબ મલ્લિકે જે રીતે સના સાથે ત્રીજા લગ્ન કર્યા છે એ જ રીતે પાકિસ્તાની એક્ટ્રેસ સના જાવેદના પણ આ બીજા લગ્ન છે. સનાએ ગયા વર્ષે જ સિંગર અને એક્ટર ઉમૈર જસવાલને તલાક આપ્યા હતા. હવે ઉમૈર બીજા લગ્ન કરવા જઈ રહ્યો છે એવી વાતો ચાલી રહી છે એવું કહેવાઈ રહ્યું હતું કે તેણે સાનિયા મિર્ઝા સાથે બીજા લગ્ન કર્યા છે. પરંતુ આ બધા વચ્ચે જ સાનિયાનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે દુબઈમાં કોઈનો હાથ પકડીને ચાલતી જોવા મળી રહી છે.

સાનિયા મિર્ઝા દુબઈમાં છે અને તે સતત દુબઈના પોતાના ફોટો અને વીડિયો શેર કરી રહી છે. 2010માં જ્યારથી સાનિયા અને શોએબે લગ્ન કર્યા ત્યારથી તેઓ બંને દુબઈમાં રહેતા હતા. લગ્ન પછી શોએબ તો પાકિસ્તાન જતો રહ્યો પણ સાનિયા હજી પણ દીકરા ઈઝહાન મલિક સાથે રહે છે.

સાનિયાએ દુબઈના એક મોલનો વીડિયો શેર કર્યો છે જેમાં તેણે બેકગ્રાઉન્ડમાં તુ હૈ તો… ગીત લગાવ્યું છે. આ વીડિયોમાં કે તે પોતાની બહેન અનમ મિર્ઝા અને લાડલા દીકરા ઈઝહાનનો હાથ પકડી રહી છે અને આ સાથે અનમની દીકરી પણ જોવા મળી રહી છે. સાનિયાએ ઈઝહાનનો ફૂટબોલ રમતો ફોટો પણ શેર કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સાનિયા મિર્ઝાએ પોતાના બીજા નિકાહની વાતને રદીયો આપ્યો છે અને તેણે જણાવ્યું હતું કે તેણે કોઈ લગ્ન નથી કર્યા. ઉમૈર જ્યારથી શેરવાનીમાં ફોટો શેર કર્યો છે ત્યારથી સાનિયા સાથેના તેના લગ્નની વાતો લાઈમલાઈમટમાં આવી રહી હતી. જોકે, હજી સુધી ઉમૈરે આ સમાચાર પર રિએક્ટ નથી કર્યું કે ન તો પોતાની દુલ્હનનો ચહેરો રિવીલ કર્યો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button