સ્પોર્ટસ

Divorce બાદ Sania Mirzaએ આપી Good News…

Indian Tennies Player Sania Mirza છેલ્લાં કેટલાય સમયથી લાઈમલાઈટમાં છે અને એનું કારણ છે પાકિસ્તાની ક્રિકેટર Shoaib Malik સાથેના ડિવોર્સ… પરંતુ હવે ડિવોર્સ બાદ Sania Mirzaએ ફેન્સને ગૂડ ન્યુઝ આપી છે. આવો જોઈએ શું છે આ ગૂડ ન્યુઝ…

શોએબ મલિક સાથેના છુટાછેડા બાદ સાનિયા મિર્ઝાના ઘરે લાંબા સમય બાદ ખુશીઓનું આગમન થયું છે. સાનિયા મિર્ઝાની વાત કરીએ તો સાનિયા મિર્ઝાએ સ્ટ્રોન્ગ વુમનની પરિભાષા છે અને શોએબ મલિક સાથે છુટાછેડા લીધા બાદ સાનિયા ધીરે ધીરે પોતાની લાઈફમાં આગળ વધી રહી છે. જ્યાં શોએબે ગર્લફ્રેન્ડ સાથે ત્રીજા લગ્ન કરીને પોતાનું ઘર વસાવ્યું છે તો સાનિયા પોતાના બાળકોને દુનિયાથી પ્રોટેક્ટ કરવાના શક્ય એ તમામ પ્રયાસો કરી રહી છે.

હવે સાનિયાએ પોતાના ફેન્સ સાથે ગૂડ ન્યુઝ શેર કર્યા છે. વાત જાણે એમ છે કે સાનિયાની ખુશીઓનું કારણ તેનો દીકરો છે. હાલમાં જ સાનિયાના દીકરાએ સ્વિમિંગ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને તેમાં મેડલ જિતીને તેણે મમ્મી સાનિયાનું માથું ગર્વથી ઊચું કર્યું છે. સાનિયા મિર્ઝાએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટોરી શેર કરીને ફેન્સ સાથે દીકરાની આ સફળતા શેર કરી હતી.

સાનિયાની વાત કરીએ તો સાનિયા હાલમાં પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિક સાથે લગ્ન કરીને લોકોને ચોંકાવી દીધા હતા અને એટલો જ મોટો શોક સાનિયાના ફેન્સને તેની છુટાછેડાના સમાચાર સાંભળીને લાગ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button