સ્પોર્ટસ

આ દિગ્ગજ ખેલાડી બન્યો શ્રીલંકાની ક્રિકેટ ટીમનો હેડ કોચ

કોલંબો: એક સમયે મજબુત ગણાતી શ્રીલંકાની ક્રિકેટ ટીમ (Srilankan cricket team) છેલ્લા ઘણા સમયથી હાંસિયામાં ધકેલાઈ ગઈ હતી, પરંતુ આ વર્ષમાં શ્રીલંકાની ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. ભારત, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સામે ટીમના મજબૂત પ્રદર્શન બાદ ટીમના પૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યા(Sanath Jaysurya)ને શ્રીલંકા પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.


| Also Read: ‘અમારા બેટ્સમેનોને ખબર નથી કે 180 રન કેવી રીતે બને’ Bangladeshના કેપ્ટનને આવ્યો ગુસ્સો


અહેવાલ મુજબ જયસૂર્યાની નિમણૂક 1 ઓક્ટોબર, 2024થી લાગુ થશે અને તેઓ 31 માર્ચ, 2026 સુધી આ પદ પર રહેશે. તાજેતરમાં જ શ્રીલંકન ક્રિકેટ ટીમે ઘરઆંગણે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતું. શ્રીલંકાએ વનડે સિરીઝમાં ભારતને હરાવ્યું હતું.

શ્રીલંકા ક્રિકેટે એક નિવેદનમાં જણાવ્યું કે, “શ્રીલંકા ક્રિકેટની કાર્યકારી સમિતિએ ભારત, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડના તાજેતરના પ્રવાસો પર ટીમના સારા પ્રદર્શનને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો, જયસૂર્યા વચગાળાના મુખ્ય કોચ તરીકે ટીમની સાથે હતા.”


| Also Read: IPL 2025: ભારતની બહાર યોજાશે મેગા ઓક્શન, જાણો ક્યારે અને ક્યાં થશે ખેલાડીઓની હરાજી


મુખ્ય કોચ તરીકે જયસૂર્યાની જવાબદારી વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 મેચોની સિરીઝથી શરુ થશે, આ સિરીઝ દામ્બુલા અને પલ્લેકેલેમાં રમાશે. જયસૂર્યા અગાઉ શ્રીલંકન ક્રિકેટના સલાહકાર રહી ચૂક્યા છે.

જયસૂર્યાને જુલાઈમાં પહેલીવાર વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક મહિનાઓમાં જયસૂર્યાની દેખરેખ હેઠળ, શ્રીલંકાએ 27 વર્ષમાં ભારત સામે તેમની પ્રથમ દ્વિપક્ષીય ODI શ્રેણી જીતી, 10 વર્ષમાં પ્રથમ વખત તેમની ધરતી પર ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું અને તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડને 2-0થી હરાવ્યું.


| Also Read: બોલર્સની કમાલ પછી સૂર્યા-હાર્દિકની ધમાલ, ભારત પ્રથમ ટી-20 જીત્યું


1991 થી 2007 સુધી, જયસૂર્યાએ 110 ટેસ્ટ મેચ રમી, જેમાં 40.07 ની એવરેજથી 6973 રન બનાવ્યા, જેમાં 14 સદી અને 31 ફિફ્ટીનો સમાવેશ થાય છે. 445 ODI મેચોમાં, તેણે 32.36ની એવરેજથી 28 સદી અને 68 ફિફ્ટી ફટકારીને 13,430 રન બનાવ્યા. તેણે 1996ના વર્લ્ડ કપમાં શ્રીલંકાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button