સ્પોર્ટસ

દ્રવિડનો દીકરો પહેલી વાર ભારતની આ ટીમમાં થયો સિલેક્ટ

ગુજરાતનો રુદ્ર પટેલ વાઇસ-કૅપ્ટન, સૌરાષ્ટ્રનો હરવંશ સિંહ વિકેટકીપર, વડોદરાનો નિત્ય પંડ્યા પણ ટીમમાં

બેન્ગલૂરુ: ભારતના મહાન ક્રિકેટર અને તાજેતરમાં જ ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદ બાદ ટીમ ઇન્ડિયાના હેડ-કોચનો હોદ્દો છોડનાર રાહુલ દ્રવિડનો મોટો દીકરો સમિત દ્રવિડ ઑલરાઉન્ડર છે અને તેને પહેલી જ વખત ભારતની અન્ડર-19 ટીમમાં સમાવવામાં આવ્યો છે.

સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા અન્ડર-19 સામે ભારતની એક કરતાં વધુ ફોર્મેટમાં સિરીઝ રમાવાની છે અને અને એ માટે જાહેર કરાયેલી ટીમ વતી રમવાનો સમિત દ્રવિડને મોકો મળ્યો છે. તે મિડિયમ પેસ બોલર અને મિડલ-ઑર્ડર બૅટર છે.

ડોમેસ્ટિક ક્રિકેટમાં ગુજરાત વતી રમતા રુદ્ર પટેલને ભારતની અન્ડર-19 વન-ડે ટીમનો વાઇસ-કૅપ્ટન બનાવવામાં આવ્યો છે. રુદ્ર મયૂર પટેલ 18 વર્ષનો છે અને રાઇટ-હૅન્ડ બૅટર તથા ઑફ-સ્પિનર છે.

સૌરાષ્ટ્ર વતી રમતા વિકેટકીપર-બૅટર હરવંશ સિંહને ઑસ્ટ્રેલિયા અન્ડર-19 સામેની વન-ડે તેમ જ ચાર દિવસીય મૅચવાળી સિરીઝની ટીમમાં સ્થાન મળ્યું છે.

વડોદરા વતી રમતા 18 વર્ષના બૅટર નિત્ય પંડ્યાને ભારતની અન્ડર-19 ચાર-દિવસીય સિરીઝની ટીમમાં સ્થાન મળ્યું છે.
સમિત દ્રવિડ વિશે વધુ જાણીએ તો તે પહેલી વાર સિનિયર મેન્સ ટી-20 ટૂર્નામેન્ટ રમી રહ્યો છે. કર્ણાટકની મહારાજા ટી-20 ટ્રોફીમાં તે મૈસૂરુ વૉરિયર્સ ટીમમાં છે. સમિતને ત્યારે એ ટીમે 50,000 રૂપિયામાં મેળવ્યો છે. ભારત વતી રમી ચૂકેલો કરુણ નાયર એ ટીમનો કૅપ્ટન છે. તેણે આ ટૂર્નામેન્ટમાં સાત મૅચમાં 114.00ના સ્ટ્રાઇક-રેટ સાથે કુલ 82 રન બનાવ્યા છે. જોકે તેને એકેય મૅચમાં બોલિંગ નથી આપવામાં આવી.

આ પણ વાંચો: ઈંગ્લૅન્ડ આજ-કાલમાં જ બીજી ટેસ્ટ અને સિરીઝ જીતી શકે છે, જાણો કેવી રીતે…

2023-’24ની કૂચ બિહાર ટ્રોફી કર્ણાટકની અન્ડર-19 ટીમે જીતી લીધી હતી અને સમિત દ્રવિડ મહત્ત્વનો હિસ્સો હતો. સમિતે એ ટૂર્નામેન્ટમાં આઠ મૅચમાં કુલ 362 રન બનાવ્યા હતા અને 16 વિકેટ લીધી હતી. એમાંની બે વિકેટ તેણે મુંબઈ સામેની ફાઇનલમાં મેળવી હતી.

આ પણ વાંચો: હજી માંડ 38 બૉલની રમત થઈ અને સૂર્યકુમાર થયો ઈજાગ્રસ્ત

ભારતની અન્ડર-19 ટીમની કૅપ્ટન્સી મોહમ્મદ અમાનને સોંપવામાં આવી છે. ઉત્તર પ્રદેશનો અમાન રાઇટ-હૅન્ડ બૅટર અને લેગ-સ્પિનર છે. જોકે ચાર દિવસીય મૅચની સિરીઝની ટીમનું સુકાન સોહમ પટવર્ધન સંભાળશે. એમસીએ વતી રમતો અભિજ્ઞાન કુન્ડુ બન્ને અન્ડર-19 ટીમનો વિકેટકીપર છે.

આ પણ વાંચો: કૂકના એક રેકૉર્ડની રૂટે કરી બરાબરી, બીજા વિક્રમની નજીક

ભારતની અન્ડર-19 ટીમ પુડુચેરીમાં ઑસ્ટ્રેલિયા અન્ડર-19 સામે 21-26 સપ્ટેમ્બર દરમ્યાન ત્રણ વન-ડે રમશે અને ત્યાર બાદ ચેન્નઈમાં 30 સપ્ટેમ્બરથી 7 ઑક્ટોબર સુધીમાં ચાર દિવસની બે મૅચ રમશે.

Show More

Related Articles

Back to top button
ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી બીજી સપ્ટેમ્બરના શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકો થશે માલામાલ… Vitamin B12ના બેસ્ટ સોર્સ છે આ Fruits, આજથી જ શરુ કરી દો સેવન…