સેમ કર્રન (Sam Curran)એ લગાવ્યા જય સિયારામના નારા, શું છે વાઈરલ વીડિયોની સચ્ચાઈ?

અત્યારે ક્રિકેટપ્રેમીઓ પર IPL-2024નો ફીવર છવાયેલો છે અને દરરોજ IPLને લઈને નવી નવી માહિતીઓ સામે આવતી હોય છે. અત્યારે આપણે અહીં ઈંગ્લેન્ડના ખેલાડી Sam Curran વિશે વાત કરીશું.
હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઈંગ્લેન્ડના ક્રિકેટર Sam Curran જેવો દેખાઈ રહ્યો છે અને તે ભારત માતા કી જયના નારા લગાવી રહ્યો છે. આ વ્યક્તિ 2023ના વનડે ક્રિકેટ વર્લ્ડકપ વખતે પણ જોવા મળ્યો હતો અને એ સમયે તેણે ભારત માતા કી જય અને જય સિયા રામના નારા લગાવ્યા હતા. હવે આઈપીએલ-2024ની મેચમાં પણ કર્રનનો ડુપ્લિકેટ કંઈક આવું જ કરતો દેખાઈ રહ્યો છે.
આ વીડિયોમાં માત્ર Sam Curran જ નહીં પણ ઈન્ડિયન ક્રિકેટર શિખર ધવનનો ડુપ્લિકેટ પણ પહોંચ્યો છે. બંને જણ પંજાબ કિંગ્સની જર્સીમાં જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે કર્રના ડુપ્લિકેટે ભારત માતા કી જય ના નારા લગાવીને લાઈમલાઈટ ચોરી લીધી હતી.
આ સિવાય રોહિત શર્માનો એક ફેન પણ પૂરા જોશમાં જોવા મળી રહ્યો છે, રોહિતનો આ ફેન શરીર પર બ્લુ કલર પેન્ટ કરીને આવ્યો હતો અને એના પર સફેદ રંગની રોહિત શર્માની જર્સીનો નંબર અને રોહિતનું નામ પણ લખાવ્યું હતું. આ જોઈને મેદાનમાં હાજર હજારો ફેન્સ પણ આ ક્ષણનો આનંદ ઉઠાવી રહ્યા હતા.
આઈપીએલની આ સિઝનમાં 18મી એપ્રિલના મુલ્લનપુરમાં મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સની એક મેચ થઈ હતી અને આ મેચરમાં પણ સેમ કર્રનનો આ ડુપ્લિકેટ પહોંચ્યો હતો. એ મેચમાં તેણે રોહિત શર્માના સપોર્ટમાં મુંબઈ ચા રાજાના નારા લગાવ્યા હતા. એ સમયે પણ એનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો.