નવી દિલ્હી: ભૂતપૂર્વ ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ વિજેતા કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું કે વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાના ગયા વર્ષે એશિયન ગેમ્સના ટ્રાયલ્સમાંથી મુક્તિ લેવાના નિર્ણયથી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ તેમના વિરોધ પ્રદર્શનની છબિ પ્રભાવિત થઇ કારણ કે તેમનું આ અભિયાન સ્વાર્થી જણાયું હતું.
આ પણ વાંચો : ‘છલ કા ફલ છલ, આજ નહીં તો કલ… ‘ ફોગાટ બહેનોએ કોની પર નિશાન તાક્યું…
સાક્ષી મલિક આ વિરોધના ત્રણ મુખ્ય કુસ્તીબાજોમાંની એક હતી. તેણે તાજેતરમાં જ રિલીઝ થયેલી તેની પુસ્તક ‘વિટનેસ’માં પોતાની કારકિર્દીના સંઘર્ષ વિશે પણ લખ્યું છે. તેણે લખ્યું છે કે જ્યારે બજરંગ અને વિનેશની નજીકના લોકોએ તેમના મનમાં લાલચ ભરવાનું શરૂ કર્યું ત્યારે તેમના વિરોધ પ્રદર્શનમાં તિરાડ પડવા લાગી હતી.
ત્રણેયએ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (ડબલ્યૂએફઆઇ)ના ભૂતપૂર્વ વડા બ્રિજભૂષણ શરણ સિંહ પર તેમના કાર્યકાળ દરમિયાન મહિલા કુસ્તીબાજોનું જાતીય સતામણી કરવાનો આરોપ લગાવ્યો હતો અને આ કેસ દિલ્હીની કોર્ટમાં ચાલી રહ્યો છે.
ડબલ્યૂએફઆઇના સસ્પેન્શન પછી કુસ્તીનું સંચાલન શરૂ કરનાર એડ-હોક સમિતિએ 2023 એશિયન ગેમ્સના ટ્રાયલ્સ માટે બજરંગ અને વિનેશને છૂટ આપી હતી પરંતુ સાક્ષીએ તેના સાથી ખેલાડીઓના સૂચન છતાં તેમ નહીં કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ વિનેશ ભાગ લઈ શકી નહોતી ગેમ્સ પહેલા ઈજાગ્રસ્ત થઈ હતી અને બજરંગ મેડલ જીતવામાં નિષ્ફળ ગયો હતો.
સાક્ષીની આત્મકથાના સહ લેખક જોનાથન સેલ્વરાજ છે. જોકે, સાક્ષીએ બજરંગ અને વિનેશને પ્રભાવિત કરનારા લોકોના નામ જાહેર કર્યા નથી. સાક્ષીએ લખ્યું હતું કે, “પહેલાની જેમ સ્વાર્થી વિચારે ફરી પ્રભુત્વ જમાવ્યું હતું. બજરંગ અને વિનેશની નજીકના લોકો તેમના મનમાં લાલચ ભરવા લાગ્યા. તેઓએ રમતગમત માટે ટ્રાયલમાંથી મુક્તિ મેળવવાની વાત શરૂ કરી હતી.
તેણે લખ્યું, “બજરંગ અને વિનેશની ટ્રાયલમાંથી મુક્તિની સારી અસર થઈ નહોતી. આનાથી અમારા વિરોધ પ્રદર્શનની છબી પર ખરાબ અસર પડી હતી. આના કારણે અમે એવી સ્થિતિ પર પહોંચી ગયા જેમાં ઘણા સમર્થકોએ વિચારવાનું શરૂ કર્યું કે અમે આ વિરોધ અમારા પોતાના સ્વાર્થ માટે કરી રહ્યા છીએ.
આ પણ વાંચો : વિનેશ ફોગાટ, આખો દેશ તારી પડખે છે: સચિન તેન્ડુલકર
હરિયાણા વિધાનસભા ચૂંટણી પહેલા આ મહિનાની શરૂઆતમાં વિનેશ અને બજરંગ બંને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. વિનેશ જુલાના વિધાનસભાથી જીત્યા જ્યારે બજરંગ પાર્ટીના રાષ્ટ્રીય ખેડૂત એકમના વડા બન્યા હતા. સાક્ષીએ પુસ્તકમાં જણાવ્યું કે તે તેના બાળપણના ટ્યુશન શિક્ષક દ્વારા કરવામાં આવેલી છેડતી વિશે તેના પરિવારને કહી શકી નહીં કારણ કે તેને લાગતું હતું કે આ તેની ભૂલ હતી.