IPL 2024સ્પોર્ટસ

સાક્ષીએ ધોનીને કર્યો ટ્રોલ, તસવીર શેર કરી લખી આવી કમેન્ટ

IPL 2024માં એક તરફ મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન્સીને લઈ વિવાદનું વાવાઝોડું વાયું છે, ત્યારે એક વાર ફરી ધોનીના નામની જોરદાર ચર્ચા થઈ રહી છે. માહીએ દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ એવો દાવ રમ્યો કે કોઈ પણ તેમના વખાણ કરતા ખચકાતું નથી. ભલે ચેન્નઈ સુપર કિંગ્સ આ મેચ હારી ગઈ હોય પણ ધોનીએ બધાનું દિલ જીતી લીધું હતું.

મેચ બાદ ધોનીને સ્ટ્રાઈકર ઓફ ધ મેચની ટ્રોફી પણ આપવામાં આવી હતી, જે બાદ તેઓ ટ્રોલ થઈ રહ્યા છે. પોતે મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીએ તેમનો ફોટો શેર કરતા એક મજાની કમેન્ટ પણ કરી છે. ધોનીની તોફાની બેટિંગ જોવા પછી માત્ર તેમના ફેન્સ નહીં પણ પત્ની સાક્ષી પણ ગર્વ અનુભવી રહી છે. સાક્ષીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેમાં ધોની એવોર્ડ લેતા જોઈ શકાય છે. સાક્ષીએ ફોટો પર લખ્યું છે કે ‘ફેમસ થયા જ હતા કે આપણે મેચ હારી ગયા’. ત્યાં જ સાક્ષીએ રિષભ પંતનું સ્વાગત પણ કર્યું હતું. સાક્ષીના આવા કટાક્ષ સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે.

IPL 2024માં ધોની ફરી પોતાના બેટિંગ ટચમાં પહોચ્યા છે. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ ધોનીએ અંતિમ ઓવરમાં બે ચોકા અને બે છક્કા માર્યા હતા. માહીએ ચેન્નઈ માટે 16 બોલમાં 37 રન બનાવ્યા હતા. તેમની આ દમદાર બેટિંગને સીએસકેની હારના દુઃખને ભૂલાવી દીધુ અને ફેન્સ ધોનીને ફરી આવા ફોર્મમાં જોઈ ખૂબ ખુશ થયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button