સચિને ઑપરેશન સિંદૂર’ બદલ અભિનંદન આપતા કહ્યું,દુનિયામાં આતંકવાદ માટે…’

મુંબઈઃ ભારત સરકારની સૂચના મુજબ દેશના સંરક્ષણ ક્ષેત્રના જવાનોએ પાકિસ્તાન (PAKISTAN)માં આતંકવાદીઓના છૂપા સ્થાનો પર સફળતાપૂર્વક ઓચિંતા હવાઈ હુમલા કર્યા એના પર ઘણા ક્રિકેટરોએ પ્રતિક્રિયા આપી છે અને એમાં ખાસ કરીને ક્રિકેટના ભગવાન' સચિન તેન્ડુલકરે
ઑપરેશન સિંદૂર’ અભિયાનને પૂરો સપોર્ટ આપતા એક્સ’ પરની પોસ્ટમાં ઉત્સાહપ્રેરક વિધાનો લખ્યા છે.
કાશ્મીરના પહલગામમાં બાવીસમી એપ્રિલે પાકિસ્તાન-પ્રેરિત આતંકવાદીઓએ હિન્દુઓને લક્ષ્યાંક બનાવીને કરેલા ઘાતક હુમલામાં 28 જણ શહીદ થઈ ગયા હતા. જડબાતોડ જવાબ સાથે એનો બદલો લેવાનો ભારતનો દૃઢ સંકલ્પ હતો જ અને મંગળવારે મધરાત બાદ ભારતે એનો અમલ કર્યો હતો. સચિને એક્સ’ પરની પોસ્ટમાં લખ્યું, ` આપણે બધા એકત્રિત છીએ અને આપણા બધાની તાકાત પર આ એક્તા (Unity)માં જ છે. જનતા ભારતની અસલી તાકાત છે. દુનિયામાં આતંકવાદ માટે કોઈ સ્થાન નથી. આપણે બધા એક ટીમનો હિસ્સો છીએ.’
આ પણ વાંચો: ‘ઓપરેશન સિંદૂર’: ભારતીય જવાનોની ભારતીય ક્રિકેટરોએ વાહ-વાહ કરી
સચિન ઉપરાંત વીરેન્દર સેહવાગ, હરમજન સિંહ, ગૌતમ ગંભીર, સુરેશ રૈના, આકાશ ચોપડા અને પ્રજ્ઞાન ઓઝાએ પણ ભારત સરકાર અને ભારતીય સૈનિકોની પ્રશંસા કરતી પોસ્ટ મીડિયામાં મૂકી હતી.