આમચી મુંબઈસ્પોર્ટસ

સચિન તેંડુલકર વિનોદ કાંબલીને મળ્યો, કાંબલીએ હાથ પકડી લીધો, જુઓ ભાવુક વિડીયો

મુંબઈ: એક સમયે ક્રિકેટના મેદાન પર બહુ ચર્ચિત સચિન તેંડુલકર અને વિનોદ કાંબલીની જોડી વર્ષો બાદ એક મંચ પર જોવા (Sachin Tendulkar and Vinod Kambli) મળી હતી. આ દરમિયાન ભાવુક દ્રશ્યો સર્જાયા હતાં. મુંબઈમાં ક્રિકેટ કોચ રમાકાંત આચરેકર (Ramakant Acharekar)ના સ્મારકના અનાવરણનો સમારોહ યોજાયો હતો. આ દરમિયાન દિગ્ગજ બેટ્સમેન સચિન તેંદુલકર તેના જુના મિત્ર વિનોદ કાંબલીને મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

એક જ કોચના શિષ્ય:
નોંધનીય છે કે તેંડુલકર અને કાંબલી રમાકાંત આચરેકરના શિષ્ય છે, બંને એ તેમના માર્ગદર્શન હેઠળ ક્રિકેટની ટ્રેનીંગ મેળવી હતી. બંને કિશોરાવસ્થાથી જ શાનદાર બેટિંગ કરતા હતા. સ્કૂલ ક્રિકેટમાં બંનેએ 664 રનની જોરદાર પાર્ટનરશિપ કરી હતી જેના કારણે બંનેને ક્રિકેટની દુનિયામાં ઓળખ મળી હતી. બંને નેશનલ ક્રિકેટ ટીમમાં સામેલ થયા હતાં. આગળ જતા સચિન વિશ્વનો મહાન ક્રિકેટર બની ગયો, જ્યારે પ્રતિભાશાળી હોવા છતાં વિનોદ કાંબલીની કારકિર્દીને લાંબો સમય ન ચાલી, જેનું કરાણ તેને કરેલી કેટલીક ભૂલોને માનવામાં આવે છે.

https://twitter.com/OmgSachin/status/1863997773038727453

ભાવુક વિડીયો:
કોચના આચરેકરના સ્મારકના અનાવરણ સમારોહમાં બંને સાથે જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર પોસ્ટ થયેલા વીડિયોમાં દેખાય છે કે સચિન પોતે કાંબલી પાસે ગયો અને કાંબલીએ તેનો હાથ પકડી લીધો. આ વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થઈ ગયા. સચિન અને કાંબલીના આ વાયરલ વીડિયો પર ફેન્સ કોમેન્ટ કરી રહ્યા છે.

કાંબલી નાજુક હાલતમાં:
છેલ્લા ઘણા સમયથી એવા અહેવાલ છે કે કાંબલીની તબિયત સારી નથી. હાલમાં જ એક અન્ય વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ચાલતા ચાલતા લથડીયા ખાતો દેખાય છે. કાંબલીએ 2022 માં તેની નબળી નાણાકીય સ્થિતિ વિશે પણ વાત કરી અને જાહેર કર્યું કે તે બીસીસીઆઈ દ્વારા આપવામાં આવતા પેન્શન પર સંપૂર્ણપણે નિર્ભર છે.

Also Read – ચૅમ્પિયન્સ ટ્રોફી વિવાદમાં દાઉદનું નામ કેમ? ભારતને `ધમકી’, ભૂતપૂર્વ પાકિસ્તાની કૅપ્ટને ઝેર ઓક્યું…

કાંબલીએ 17 ટેસ્ટમાં 1084 રન બનાવ્યા હતા જેમાં 4 સદી અને 3 ફિફ્ટી સામેલ હતી, જ્યારે કાંબલીએ ભારત માટે 104 ODI મેચ રમી હતી અને ODIમાં 2477 રન બનાવ્યા હતાં હતો 2 સદી અને 14 ફિફ્ટી ફટકારી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button