જુઓ…સચિન પછી હવે કોણ પહોંચી ગયું વિમ્બલ્ડન જોવા!

લંડન: શુક્રવારે એમએસ ધોની, હાર્દિક પંડ્યા તથા તેનો ભાઈ કૃણાલ પંડ્યા અને ઇશાન કિશન તેમ જ કે. શ્રીકાંત જેવા ક્રિકેટર્સે મુંબઈમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નના સમારોહને શોભાવ્યું હતું ત્યાં બીજી તરફ ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન કૅપ્ટન અને ટી-20 ઇન્ટરનૅશનલમાંથી હવે નિવૃત્તિ લઈ ચૂકેલો રોહિત શર્મા લંડનમાં વિમ્બલ્ડન ટેનિસ સ્પર્ધા દરમ્યાન વીઆઇપી સ્ટૅન્ડમાં મહેમાન બનીને બેઠો હતો.
રોહિત શર્મા સેન્ટર કોર્ટમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન કાર્લોસ અલ્કારાઝ અને ડેનિલ મેડવેડેવ વચ્ચેની સેમિ ફાઇનલ માણવા લંડન આવ્યો હતો અને તેણે એ શુભ અવસરે સેન્ટર કોર્ટની નજીક ઊભા રહીને પોઝ પણ આપ્યો હતો.
આ પણ વાંચો : IND vs ZIM T20: ટીમ ઇન્ડિયા આજે સિરીઝ પર કબજો કરશે કે ઝિમ્બાબ્વે ઉલફેર કરશે? બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11
આ સેમિ ફાઇનલ મુકાબલામાં અલ્કારાઝે મેડવેડેવને 1-7, 6-3, 6-4, 6-4થી હરાવી દીધો હતો.
આ વખતની વિમ્બલ્ડનમાં સેન્ટર કોર્ટ પરની મૅચ જોવા આવનાર રોહિત પ્રથમ ક્રિકેટર નથી. તેની પહેલાં સચિન તેન્ડુલકર, પૅટ કમિન્સ, બેન સ્ટોક્સ, જૉસ બટલર અને જો રૂટ પણ કેટલીક મૅચ જોવા આવ્યા હતા.
રોહિતના સુકાનમાં ભારતે 29મી જૂને બાર્બેડોઝમાં ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. એ સાથે, ભારત 11 વર્ષ પછી પહેલી વાર આઇસીસી ટ્રોફી જીત્યું અને 13 વર્ષ પછી ફરી એકવાર વર્લ્ડ કપની ટ્રોફી ભારતના કબજામાં આવી.