ઓહ નો! ટીમ ઇન્ડિયાના કોચ બનવા મોદી-અમિત શાહ, સચિન-ધોનીના પણ નામ આવ્યા? આખો મામલો શું છે? જાણો સત્ય
બીસીસીઆઈ (BCCI)ને એક હોદ્દા માટે મળી 3,000 અરજી!

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયા (Team India)ના નવા હેડ-કોચ (Head Coach) પસંદ કરવા બીસીસીઆઇ દ્વારા રાહુલ દ્રવિડના અનુગામીની તલાશ શરૂ થઈ અને અરજીઓ મગાવવાની શરૂઆત થઈ એ સાથે ઘણા નામ ચર્ચામાં આવ્યા. ખુદ દ્રવિડને હવે ફરી આ હોદ્દો સંભાળવામાં રસ નથી અને બેન્ગલૂરુની નૅશનલ ક્રિકેટ ઍકેડેમી (એનસીએ)ના ચીફ વીવીએસ લક્ષ્મણનું નામ પણ ઓછું ચર્ચાવા લાગ્યું એટલે વિદેશના ભૂતપૂર્વ ખેલાડીઓના નામ પર ચર્ચા થવા લાગી હતી. જોકે એ બાબતમાં ખુલાસાઓ આવ્યા ત્યાર પછી હવે તો હદ જ થઈ ગઈ! વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ તેમ જ ક્રિકેટ લેજન્ડ્સ સચિન તેન્ડુલકર અને એમએસ ધોનીના નામ પર પણ સોશિયલ મીડિયામાં આ હોદ્દા બાબતમાં ચર્ચા થવા લાગી એટલે થયું કે હવે તો આ મામલામાં ઊંડા ઉતરીને સ્પષ્ટતા થવી જ જોઈએ.
વાત એમ છે કે બીસીસીઆઇએ અરજીઓ મગાવવાની શરૂઆત કરી ત્યારે એ મોકલવા માટે 27મી મે છેલ્લો દિવસ નક્કી કર્યો હતો. ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓમાં લક્ષ્મણ, વીરેન્દર સેહવાગ અને હરભજન સિંહના નામની સાથે ઑસ્ટ્રેલિયાના રિકી પૉન્ટિંગ, જસ્ટિન લૅન્ગર તેમ જ ન્યૂ ઝીલૅન્ડના સ્ટીફન ફ્લેમિંગના નામ પર પણ ચર્ચા થવા લાગી હતી. જોકે બીસીસીઆઇના સેક્રેટરી જય શાહે થોડા દિવસ અગાઉ ખુલાસો કરી દીધો હતો કે બીસીસીઆઇએ કોઈ જ ઑસ્ટ્રેલિયન ક્રિકેટરને હેડ-કોચ બનાવવા સંબંધમાં સંપર્ક નથી કર્યો.
Also Read – જ્યારે શાહરૂખે ડ્રેસિંગ રૂમમાં ગંભીર પાસે કરી દીધી અશક્ય માગ….
બીસીસીઆઇ 1 જુલાઈ, 2024થી માંડીને 31 ડિસેમ્બર, 2027 સુધીના સમયગાળા માટે અરજી મગાવી રહ્યું છે.
હા, ગૌતમ ગંભીરનું નામ દાવેદારોમાં અગ્રેસર રહ્યું છે. જોકે હવે એવી સનસનાટીભરી વાત બહાર આવી છે કે બીસીસીઆઇને 3,000 અરજીઓ મળી છે અને એમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, સચિન તેમ જ ધોની સહિતની ખ્યાતનામ હસ્તીઓના નામે કરવામાં આવેલી અસંખ્ય બનાવટી અરજીઓનો પણ સમાવેશ છે.
કેટલાક અખબારી અહેવાલો મુજબ ટીમ ઇન્ડિયાના હેડ-કોચ માટે ગૂગલ ફૉર્મ મારફત 3,000 ઍપ્લિકેશન્સ મોકલવામાં આવી છે જેમાં મોટા ભાગની અરજીઓ બનાવટી નામે કરાઈ છે.
અખબારી રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે જ્યાં પાંચ કે દસ ખરેખરી અરજી આવવાની સંભાવના હોય ત્યાં 3,000 અરજી આવી જતાં હવે ક્રિકેટ બોર્ડના અધિકારીઓનું કામ વધી ગયું છે, કારણકે તેમણે એમાંથી ખરી અરજીઓ અલગ તારવવી પડશે. એક અધિકારીએ કહ્યું છે કે ગયા વખતે પણ ક્રિકેટ બોર્ડે આવી જ મુસીબતનો સામનો કરવો પડ્યો હતો. અધિકારીએ કહ્યું કે ગૂગલ ફૉર્મ મારફત અરજી મગાવવા પાછળનો બીસીસીઆઇનો આશય એ હતો કે આવા માધ્યમથી ઉમેદવારો વિશે નિર્ણય લેવામાં સરળતા પડે.
જોકે હવે પછી બીસીસીઆઇ અરજી મગાવવા માટે કદાચ બીજું માધ્યમ અપનાવશે એવું માનવામાં આવે છે.
Also Read –