T20 World Cup 2024સ્પોર્ટસ

SA vs WI : સાઉથ આફ્રિકા સેમિ ફાઇનલમાં: યજમાન વેસ્ટ ઇન્ડિઝ આઉટ

નોર્થ સાઉન્ડ (ઍન્ટિગા): કૅરિબિયન-લેજન્ડ સર વિવિયન રિચર્ડ્સના નામવાળા સ્ટેડિયમમાં જ સોમવારે રમાયેલી અત્યંત મહત્વની મૅચ ત્રણ વિકેટે હારી જતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ ટી-20 વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ વધુ એક છેલ્લી ઓવરના થ્રિલરમાં યજમાન વેસ્ટ ઇન્ડિઝને હરાવીને સેમિ ફાઇનલમાં એન્ટ્રી કરી હતી.

ગ્રૂપ-2માંથી હવે ઇંગ્લૅન્ડ (4 પોઇન્ટ, +1.992નો રનરેટ) અને સાઉથ આફ્રિકા (6 પોઇન્ટ, +0.599) સેમિ ફાઇનલમાં પહોંચી ગયા છે, જયારે બે વખત ચેમ્પિયન બની ચૂકેલા વેસ્ટ ઈન્ડિઝ (2 પોઇન્ટ, +0.963) ઉપરાંત બીજો યજમાન દેશ અમેરિકા (0 પોઇન્ટ, -3.906) પણ સ્પર્ધાની બહાર થઈ ગયો છે. કૅરિબિયન ટીમ હારી જતાં અને સ્પર્ધાની બહાર થઈ જતાં સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો પ્રેક્ષકો સ્તબ્ધ હતા.

મોટી ટ્રોફીથી વંચિત સાઉથ આફ્રિકા આ ટૂર્નામેન્ટમાં તમામ છ મેચ જીતીને અપરાજિત રહ્યું છે. સાઉથ આફ્રિકાએ હવે સેમિ ફાઇનલમાં મોટા ભાગે ભારતનો સામનો નહીં કરવો પડે.

સાઉથ આફ્રિકાનો સ્પિનર તબ્રેઝ શમ્ઝી (4-0-27-3) આ મૅચનો સુપરસ્ટાર હતો અને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો.

વરસાદના વિઘ્નવાળી આ મૅચમાં વેસ્ટ ઇન્ડિઝે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં આઠ વિકટે 135 રન બનાવ્યા હતા. જોકે ફરી વરસાદ પડતાં સાઉથ આફ્રિકાને ડકવર્થ/લુઇસ મેથડ મુજબ 17 ઓવરમાં 123 રનનો ટાર્ગેટ મળ્યો હતો. એઇડન માર્કરમની ટીમ આસાનીથી આ મૅચ જીતી શકી હોત, પરંતુ છેવટની ઓવર્સમાં ડેવિડ મિલર (4 રન), ટ્રિસ્ટેન સ્ટબ્સ (29 રન) અને કેશવ મહારાજ (2 રન)ની વિકેટ પડી જવાને લીધે સાઉથ આફ્રિકાની ટીમે પોતાને માટે જ વિજય મુશ્કેલ બનાવી દીધો હતો. મામલો છેલ્લી ઓવર (17મી) સુધી પહોંચ્યો હતો. યેનસેન અને રબાડાએ વધુ ધબડકો અટકાવીને સાઉથ આફ્રિકાને છેલ્લે રોમાંચક વિજય અપાવ્યો હતો.

16મી ઓવરની શરૂઆતમાં સાઉથ આફ્રિકાએ જીતવા (12 બૉલમાં) 13 રન બનાવવાના હતા અને ચાર વિકેટ બાકી હતી. ઑફ સ્પિનર રોસ્ટન ચેઝની એ ઓવરમાં કેશવ મહારાજની વિકેટ પડી હતી, પરંતુ ખૂબ પ્રેશરમાં રમી રહેલા ફાસ્ટ બોલર રબાડાએ ફોર ફટકારીને પોતાની ટીમ પરનું પ્રેશર ખૂબ એકદમ ઓછું કરી નાખ્યું હતું. છેલ્લી ઓવરમાં જીતવા પાંચ રન બનાવવાના આવ્યા હતા અને મૅકોયના પહેલા જ બોલમાં યેનસેને છગ્ગો ફટકારીને ખેલ ખતમ કરી નાખ્યો હતો અને સાઉથ આફ્રિકાની ટીમે રાહતનો શ્વાસ લીધો હતો. માર્કરમની ટીમ આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર છેલ્લી ક્ષણોમાં જીતી અને અપરાજિત રહી.

રોસ્ટન ચેઝે ત્રણ તેમ જ રસેલ અને અલ્ઝારી જોસેફે બે-બે વિકેટ લીધી હતી. સ્ટબ્સના 29 રન સાઉથ આફ્રિકાની ટીમમાં હાઈએસ્ટ હતા.

એ પહેલાં, વેસ્ટ ઈન્ડિઝના 135/8ના સ્કોરમાં રોસ્ટન ચેઝ (બાવન રન, 42 બૉલ, બૅ સિક્સર, ત્રણ ફોર)ની હાફ સેન્ચુરીનું સૌથી મોટું યોગદાન હતું. આ વર્લ્ડ કપમાં પહેલી જ વખત રમાડવામાં આવેલા ઓપનર કાઇલ માયર્સે 35 રન બનાવ્યા હતા. શમ્ઝીની ત્રણ વિકેટ ઉપરાંત માર્કરમ, મહારાજ, રબાડા અને યેનસેને એક-એક વિકેટ લીધી હતી. નૉકિયાને એકેય વિકેટ નહોતી મળી.

રોસ્ટન ચેઝનો ઑલરાઉન્ડ પરફોર્મન્સ એળે ગયો હતો.

આજે રાત્રે (8.00 વાગ્યાથી) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જોરદાર મુકાબલો થશે. જોકે આ મૅચમાં વરસાદ પડવાની પાક્કી સંભાવના છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker