Champions Trophy 2025સ્પોર્ટસ

SA vs NZ Semifinal: લાહોરમાં આજે હવામાન કેવું રહેશે? જુઓ પીચ રીપોર્ટ અને સંભવિત પ્લેઇંગ ઇલેવન

લાહોર: ICC Champions Trophy 2025ની પ્રથમ સેમીફાઈનલમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલીયાને હરાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. હવે ટૂર્નામેન્ટની બીજી સેમિફાઇનલ આજે દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં (SA vs NZ Semi-final in Lahore) રમશે. બંને ટીમોએ ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાં અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું, આફ્રિકન ટીમે ત્રણમાંથી બે મેચ જીતી હતી, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ થઈ હતી. ન્યુઝીલેન્ડની ટીમે ત્રણમાંથી બે મેચ જીતી હતી. ફાઈનલમાં સ્થાન મેળવવા માટે આજે બંને ટીમો પુરેપુરી તાકાત લગાવશે, એવામાં એક રોમાંચક મેચ જોવા મળે તેવી શક્યતા છે. દક્ષિણ આફ્રિકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમીફાઈનલમાં મેચ ભારતીય સમય મુજબ બપોરે 2:30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસ બપોરે 2 વાગ્યે થશે.

આજે લાહોરમાં હવામાન કેવું રહેશે:
વરસાદને કારણે ટુર્નામેન્ટના ગ્રુપ સ્ટેજની બે મેચ રદ કરવામાં આવી હતી. જો સેમિફાઇનલ મેચ વરસાદને કારણે ન રમાઈ શકે, તો ICC દ્વારા રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. જો કે રિઝર્વ ડેની જરૂર પડે એવું લાગતું નથી. અહેવાલ મુજબ, આજે લાહોરમાં આકાશ સંપૂર્ણપણે સ્વચ્છ રહેવાની આગાહી છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકે છે, જ્યારે રાત્રે તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી શક છે. પવનની ગતિ 19 કિલોમીટર પ્રતિ કલાક રહી શકે છે.

Also read: દુબઈની પિચ ભારતીય ટીમ માટે વિપરીત થઈ શકેઃ ખુદ પિચ ક્યૂરેટરે મોટો ખુલાસો કર્યો છે

લાહોરની પીચ કેવી રહેશે:
લાહોરમાં ફાસ્ટ બોલરોને શરૂઆતમાં મદદ મળે છે, પરંતુ સ્પિનરોને વચ્ચેની ઓવરોમાં વધુ ફાયદો મળે છે. ગદ્દાફી સ્ટેડિયમની પિચો થોડી ધીમી છે, પરંતુ તે દુબઈની પિચો જેટલો સ્પિન મળતો નથી. લાહોરમાં અત્યાર સુધીમાં 76 ODI મેચ રમાઈ છે. આમાંથી, પ્રથમ બેટિંગ કરનારી ટીમ 38 વખત જીતી છે, જ્યારે રન ચેઝ કરતી ટીમ 36 વખત જીતી છે.

દક્ષિણ આફ્રિકાની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
ટેમ્બા બાવુમા (કેપ્ટન), રાયન રિકેલ્ટન, રાસી વાન ડેર ડુસેન, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), ડેવિડ મિલર, વિઆન મુલ્ડર, માર્કો જેન્સન, કેશવ મહારાજ, કાગીસો રબાડા, લુંગી ન્ગીડી.

ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
વિલ યંગ, રચિન રવિન્દ્ર/ડેવોન કોનવે, કેન વિલિયમસન, ડેરિલ મિશેલ, ટોમ લેથમ (વિકેટકીપર), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, (કેપ્ટન), મેટ હેનરી, કાયલ જેમીસન, વિલ ઓ’રોર્ક.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button