SA VS IND Test: ડીન એલ્ગર સંન્યાસ લીધા પહેલા રમ્યો ધમાકેદાર ઈનિંગ, પણ…
સેંન્ચુરિયનઃ SA VS IND વચ્ચે રમાઈ રહેલી બે મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ ઈનિંગમાં ટીમ ઈન્ડિયાએ ઘૂંટણિયા ટેકી દીધા હતા, જ્યારે દક્ષિણ આફ્રિકાવતી ડીન એલ્ગરે શાનદાર ઈનિંગ રમવા ડબલ સેન્ચુરી ચૂક્યો હતો. ડીન એલ્ગરની વિકેટ શાર્દુલ ઠાકુરે ઝડપી હતી.
એલ્ગર ભારત સામેની ટેસ્ટ સિરીઝ પછી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. કેપટાઉનમાં જાહેરાત કરતા એલ્ગરે કહ્યું હતું કે કેપટાઉન ખાતે મારી છેલ્લી ટેસ્ટ હશે, જે મારી પસંદગીનું સ્ટેડિયમ છે, જ્યાં મેં ન્યૂ ઝીલેન્ડ સામે હું મારી પહેલી ટેસ્ટ રમ્યો હતો.
પ્રથમ દાવમાં ટીમ ઇન્ડિયા 245 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના જવાબમાં સાઉથ આફ્રિકાએ પ્રથમ દાવમાં 408 રન કર્યા હતા. આ સાથે સાઉથ આફ્રિકાએ ભારત પર 163 રનની લીડ હાંસલ કરી હતી. સાઉથ આફ્રિકા તરફથી સૌથી મોટી ઇનિંગ બેટ્સમેન ડીન એલ્ગરે રમી હતી. એલ્ગરે 185 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
પ્રથમ દાવમાં સાઉથ આફ્રિકાના માર્કરામ, જ્યોર્જી, પીટરસન જેવા બેટ્સમેનોને વહેલા આઉટ થઇ ગયા હતા, પરંતુ ટીમના અનુભવી ઓપનર બેટ્સમેન ડીન એલ્ગરે પોતાના ટેસ્ટ કરિયરની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. આ અગાઉ ભારત સામે ડિન એલ્ગરનો ટેસ્ટમાં સર્વશ્રેષ્ઠ સ્કોર 160 રન હતો. એના સિવાય બાંગ્લાદેશ સામે 199 રન માર્યા હતા.
ભારત સામે ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી 3 સદી ફટકારનાર ડીન એલ્ગરે વર્ષ 2019માં વિશાખાપટ્ટનમમાં પોતાની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી. તેણે અહીં રમાયેલી ટેસ્ટ મેચની પ્રથમ ઇનિંગમાં પોતાની ટીમ માટે 160 રન કર્યા હતા.