IPL 2024સ્પોર્ટસ

SA vs BAN: આફ્રિકાએ વર્લ્ડ કપમાં રચ્યો આ ઈતિહાસ, ડી કોકે નોંધાવ્યો આ રેકોર્ડ

મુંબઇઃ આજે અહીં દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશની વચ્ચે 23મી વન-ડે મેચ રમાઈ રહી છે, જેમાં ટોસ જીતીને દક્ષિણ આફ્રિકાની ટીમે બેટિંગ લીધી હતી. અગાઉ પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ બાંગ્લાદેશ સામે પાંચ વિકેટ ગુમાવીને 382 રન કર્યા હતા, પરંતુ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપમાં એક વાર ફરી 350થી વધુ સ્કોર કર્યો છે અને આફ્રિકાની ટીમ વિશ્વ કપમાં સૌથી વધુ વખત 350થી વધુ સ્કોર બનાવનારી ટીમ બની ગઈ છે. માનવામાં આવશે નહીં, પરંતુ આફ્રિકાએ આટલો મજબૂત સ્કોર આઠ વખત કર્યો છે, જ્યારે બીજા ક્રમે ઓસ્ટ્રેલિયા (સાત વખત) અને ભારત ત્રીજા (ચાર વખત) ક્રમે છે.

આ ઉપરાંત, આફ્રિકાની ટીમે તેની પહેલી બેટિંગમાં 19 સિક્સર મારી છે, જે વર્લ્ડ કપમાં કોઈ ટીમ દ્વારા સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ આફ્રિકાના નામે છે. આ ઈનિંગમાં 26 ચોગ્ગા માર્યા હતા. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આફ્રિકન ટીમની શરૂઆત ખરાબ રહી હતી. રીસ હેન્ડ્રીક્સ અને રાસી વાન ડેર ડુસેન પણ સાવ સસ્તામાં પેવેલિયનમાં પાછા ફર્યા હતા.

આ પછી ક્વિન્ટન ડિ-કોકે કેપ્ટન એડન માર્કરામ સાથે ત્રીજી વિકેટ માટે 131 રનની ભાગીદારી કરી હતી. ડી કોકે તેની વન-ડે કારકિર્દીની 20મી સદી અને આ વર્લ્ડ કપની ત્રીજી સદી ફટકારી હતી. માર્કરામે તેની વન-ડે કારકિર્દીની નવમી અડધી સદી ફટકારી હતી. ડી કોકે 140 બોલમાં પંદર ચોગ્ગા અને સાત સિક્સર સાથે 174 રન કરીને આઉટ થયો હતો.

2023 વર્લ્ડ કપમાં ક્વિન્ટન ડી કોકની આ ત્રીજી સદી હતી. આ પહેલા તેણે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા સામે સતત બે સદી ફટકારી હતી. આ રીતે વર્તમાન ટુર્નામેન્ટમાં તેના નામે હવે ત્રણ સદી થઈ છે અને તે દક્ષિણ આફ્રિકા માટે એક જ વન-ડે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો બેટ્સમેન બની ગયો છે. ઉપરાંત, ગિલક્રિસ્ટનો પણ રેકોર્ડ તોડ્યો છે.
હેનરિક ક્લાસેને 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. ક્લાસેન અને ડી કોક વચ્ચે 141 રનની ભાગીદારી થઈ હતી. ક્લાસને 49 બોલમાં 90 રનની ઇનિંગ રમી હતી. ડેવિડ મિલર 34 રન કરી અણનમ રહ્યો હતો.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમે પ્રથમ બેટિંગ કરી પાંચ વિકેટ ગુમાવી 365 રન કર્યા હતા. આ મેચમાં ઓપનર ક્વિન્ટન ડિકોકે આક્રમક 174 રન કર્યા હતા. પોતાની 150મી વન-ડે રમી રહેલા ડી કોકે આ મેચને યાદગાર બનાવી હતી. ડિકોક એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારનાર સાઉથ આફ્રિકાનો પ્રથમ ક્રિકેટર બન્યો હતો.

અગાઉ આ રેકોર્ડ એબી ડી વિલિયર્સના નામે હતો. ડિવિલિયર્સે 2015 વર્લ્ડકપમાં બે સદી ફટકારી હતી. આ રીતે તેણે વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે માર્ક વો, સૌરવ ગાંગુલી, મેથ્યુ હેડન અને ડેવિડ વોર્નરના રેકોર્ડની બરાબરી કરી હતી. જો કે એક જ વર્લ્ડકપમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ રોહિત શર્માના નામે છે. તેણે 2019માં 5 સદી ફટકારી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત