રૉસ ટેલરે સમોઆ દેશને વર્લ્ડ કપમાં પહોંચાડવા નિવૃત્તિ પાછી ખેંચી | મુંબઈ સમાચાર
સ્પોર્ટસ

રૉસ ટેલરે સમોઆ દેશને વર્લ્ડ કપમાં પહોંચાડવા નિવૃત્તિ પાછી ખેંચી

વેલિંગ્ટનઃ ન્યૂ ઝીલૅન્ડના 41 વર્ષની ઉંમરના બૅટિંગ-લેજન્ડ રૉસ ટેલરે (Ross Taylor) સમોઆ (Samoa) નામના ટચૂકડા દેશની ટીમને ટી-20 વર્લ્ડ કપના ક્વૉલિફાઇંગ રાઉન્ડમાં જિતાડીને વિશ્વ કપ સુધી પહોંચાડવાના આશયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની નિવૃત્તિ પાછી ખેંચી છે. સેલેબ જસમત નામનો પ્લેયર સમોઆનો સુકાની છે અને રૉસ ટેલર તેની કૅપ્ટન્સીમાં રમશે.

ટેલર પોણાબે વર્ષથી સ્પર્ધાત્મક ક્રિકેટ નથી રમ્યો. છેલ્લે તે ડિસેમ્બર, 2023માં ભારતમાં લેજન્ડ્સ લીગ ક્રિકેટ સ્પર્ધામાં રમ્યો હતો.

ટેલર 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત (RETIREMENT) થયો હતો. જોકે હવે તે બે દેશ વતી ક્રિકેટ રમનાર ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ રહ્યો છે. વિલિયમ મિડવિન્ટર એવા ક્રિકેટર હતા જેઓ ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વતી રમ્યા હતા. તેઓ 1877થી 1887 સુધી ઑસ્ટ્રેલિયા વતી અને 1981-’82માં ઇંગ્લૅન્ડ વતી રમ્યા હતા. 1890માં 39 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું હતું.

ટેલર ન્યૂ ઝીલૅન્ડ વતી 112 ટેસ્ટ, 236 વન-ડે અને 102 ટી-20 રમ્યો હતો. તેણે કુલ મળીને કુલ 18,000થી પણ વધુ રન કર્યા હતા.

Ajay Motiwala

પત્રકારત્વ ક્ષેત્રે 35 વર્ષના અનુભવી સિનિયર પત્રકાર. 'મુંબઈ સમાચાર'માં વર્ષોથી સ્પોર્ટ્સ ક્ષેત્રે આર્ટિકલ્સ લખવા સાથે ન્યૂઝ પેપરમાં ડેઈલી સ્પોર્ટ્સ પેજ બનાવવાના અનુભવી. મુંબઈ સમાચાર સિવાય અન્ય પેપરમાં પણ કામ કર્યું છે.

સંબંધિત લેખો

Back to top button