સ્પોર્ટસ

PAK vs ENG: જો રૂટે લીચના માથા પર બોલ કેમ ઘસ્યો? VIDEO જોઇને કોમેન્ટેટર્સ હસી પડ્યા

મુલતાન: પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ (PAK vs ENG) વચ્ચે ત્રણ મેચની સિરીઝની બીજી ટેસ્ટ મુલતાનમાં આજથી શરુ થઇ છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે, ફિલ્ડીંગ દરમિયાન ઈંગ્લેન્ડના જો રૂટે (Joe Root) કંઈક એવી હરકત કરી કે, કોમેન્ટેટર્સ અને ફેન્સ હસવાનું રોકી ન શક્યા. રૂટે બોલને ચમકાવવા માટે એક આલગ રીત આપનાવી, રૂટે બોલને સ્પિનર જેક લીચ (Jack Leach)ના માથા સાથે ઘસીને સાફ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

કોવિડ-19 પહેલા ખેલાડીઓ બોલને ચમકાવવા માટે થુંકનો ઉપયોગ કરતા હતાં. કોવિડ-19 બાદ તેના પર પ્રતિબંધ લાગવવામાં આવ્યો, તેથી ખેલાડીઓ બોલને પોલીશ કરવા વિવિધ રીતો અપનાવે છે. આ પહેલીવાર નથી જ્યારે રૂટે આવું કંઈક કર્યું હોય. અગાઉ 2022માં પણ તેણે લીચના માથા પર ઘસીને બોલને ચમકાવ્યો હતો.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવેલા પાકિસ્તાનની શરૂઆત સારી ન રહી. ઓપનર અબ્દુલ્લા શફીક અને કેપ્ટન શાન મસૂદની વિકેટ માત્ર 19 રનમાં ગુમાવી દીધી હતી. પરંતુ આ પછી સેમ અયુબ અને કામરાન ગુલામે ઇનિંગ્સને સંભાળી લીધી અને ત્રીજી વિકેટ માટે 100થી વધુની પાર્ટનરશીપ કરી.

મુલતાનની પિચ સ્પિનરો માટે અનુકૂળ છે, જેના કારણે ઈંગ્લેન્ડના સ્પિનર જેક લીચને તરત જ બોલિંગ માટે લાવવામાં આવ્યો. તેણે કેપ્ટનના નિર્ણયને સાચો સાબિત કર્યો અને પ્રથમ ત્રણ ઓવરમાં બે વિકેટ ઝડપી.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button