સ્પોર્ટસ

સૌથી વૃદ્ધ ટેસ્ટ ક્રિકેટર ડ્રૅપરનું નિધન, હવે નીલ હાર્વી ઑલ્ડેસ્ટ પ્લેયર…

કેપ ટાઉનઃ ટેસ્ટ જગતના સૌથી મોટી ઉંમરના જીવંત ખેલાડી રૉન ડ્રૅપરનું શુક્રવાર, 28મી ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. તેઓ 98 વર્ષના હતા. હવે ઑસ્ટ્રેલિયાના 96 વર્ષના મહાન ક્રિકેટર નીલ હાર્વી ક્રિકેટજગતના સૌથી વૃદ્ધ જીવંત ખેલાડી છે.

Also read : દુબઇમાં રમવાના ફાયદા અંગે દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનનું ચોંકાવનારું નિવેદન…

ડ્રૅપર 1945માં 19મા જન્મદિને તેઓ પ્રથમ કક્ષાની જે પહેલી મૅચ રમ્યા એમાં તેમણે સદી ફટકારી હતી. સાઉથ આફ્રિકા વતી તેઓ 1950માં બે ટેસ્ટ રમ્યા હતા. તેઓ વિકેટકીપર-બૅટર હતા અને બન્ને ટેસ્ટ ઑસ્ટ્રેલિયા સામે રમ્યા હતા.

તેઓ 1951માં જે છેલ્લી ફર્સ્ટ-ક્લાસ મૅચ રમ્યા એમાં તેમણે ગ્રિક વેસ્ટ નામની ટીમ 92 રન બનાવ્યા હતા.
ડ્રૅપરની પહેલાં જે બે સૌથી મોટી ઉંમરના ક્રિકેટર હતા તેઓ પણ સાઉથ આફ્રિકાના જ હતા. નોર્મન ગૉર્ડનનું 2016માં 103 વર્ષની ઉંમરે અને જૉન વૉટક્નિસનું 2021માં 98 વર્ષની ઉંમરે નિધન થયું હતું.

Also read : ડૉપ ટેસ્ટમાં નિષ્ફળ ટેનિસ ખેલાડી સિનરને ઝટકોઃ લોરિયસ સ્પોર્ટ્સમેનના નોમિનેશનમાંથી હટાવ્યો…

હાલના ઑલ્ડેસ્ટ ક્રિકેટર નીલ હાર્વીએ 1948થી 1963 દરમ્યાન ઑસ્ટ્રેલિયા વતી 79 ટેસ્ટમાં 21 સેન્ચુરીની મદદથી 6,149 રન કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button